News of Friday, 26th May 2023
શહેર-જિલ્લા ભાજપના નવા પ્રમુખો દોશી-ઢોલરિયાને આવકારતા ભૂપત બોદર
રાજકોટ : પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રીઅલ્પેશભાઈ ઢોલરીયા તેમજ રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રી મુકેશ દોશીને શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદ૨એ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ અને સરકારના લાભો મળે તે માટે પાર્ટીનો કાર્યકર્તા સતત કાર્યરત રહે છે અને ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા સતા નહી સેવાના અભિગમ સાથે કાર્ય કરતો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટીનો કાર્યકર્તા પ્રખર રાષ્ટ્રવાદ સાથે કાર્યનિષ્ઠાને વરેલો છે, પાર્ટીના કાર્યકર્તા માટે હોદો અને જવાબદારી સાથે એક શિષ્તબધ કાર્યકર છે.
(11:56 am IST)