રાજકોટ
News of Thursday, 26th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભ્રષ્‍ટાચાર અને ગેરકાયદેસર કામો સામે યુવક કોંગ્રેસ NSUI મેદાને પડશે

પેલેસ્‍મેન્‍ટ કર્મચારી, નવી ખાનગી કોલેજોને મંજૂરીનો તખ્‍તો તૈયાર : રાજદિપસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહીલ, અલ્‍પેશ સાધરીયાના નેતૃત્‍વમાં આંદોલનની તૈયારી : રાજકોટ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પુર્વ સેનેટર રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી આદિત્‍યસિંહ ગોહીલ અને રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્‍પેશભાઇ સાધરીયા નજરે પડે છે.

રાજકોટ,તા.૨૬ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ભ્રષ્‍ટાચાર અને ગેરરીતી સામે એન.એસ.યુ.આઇ. અને યુવક કોંગ્રેસ દ્વારા હવે આંદોલનના મંડાણ થયા છે. 

આજે અકીલા કાર્યાલય ખાતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પુર્વ સેનેટર મેમ્‍બર રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી આદિત્‍યસિંહ ગોહીલ અને રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્‍પેશભાઇ સાધરીયા એ યાદીમાં જણાવ્‍યું કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં હાલમાં ચાલતી ભર્ષ્ટાચાર તેમજ યુનિવર્સીટીને હાઈજેક કરીલે તેવી સીસ્‍ટમ સામે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. નો ઉગ્ર વિરોધ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં રોજમદાર કર્મચારીઓ ૧૦૦ જેટલા કર્મચારીઓ ને છુટા કરી દેવામાં આવેલ છે  હાલ માં હજુ પણ ૩૦ થી ૪૦ કર્મચારીઓને છુટા કરી દેવાની કામગીરી ચાલુ છે. તેમજ પ્‍લેસમેન્‍ટના કર્મચારીઓને પોતાના કંટ્રોલમાં રહે તે માટે યુનિવર્સીટીના એક ઉચ્‍ચ અધિકારી દ્વારા બદલીઓનો દોર ચાલુ છે જેમાં માનીતા અને સરન્‍ડર થઈ ગયેલા કર્મચારીઓને પોતાની આજુબાજુ રાખી પોતાના વ્‍યક્‍તિગત કામો થાય તે માટેની કાર્યવાહી યુનિવર્સીટીના ઉચ્‍ચકક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. જેમાં રોજમદાર કર્મચારીઓને સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી કવાટર્ર પણ ફાળવવામાં આવ્‍યા છે ે

  ે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પુર્વ સેનેટર મેમ્‍બર રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી આદિત્‍યસિંહ ગોહીલ અને રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્‍પેશભાઇ સાધરીયાએ જણાવ્‍યું છે કે  યુનિવર્સિટીના સતાધીશો દ્વારા દુરપયોગ થઇ રહ્યો છે. જેમકે હાલના કુલપતિશ્રીએ એપલ ૧૩ પ્રો મોબાઇલ ૧૫૦૦૦૦ની કીમતનો લીધેલ છે. વિદ્યાર્થીઓના પૈસે યુનિવર્સિટીના સત્તાધીશો ફરવાના અને મોજ શોખના ખર્ચા કરી રહ્યા છે.  આવનારા દિવસોમાં ભ્રષ્‍ટાચારની સેલ્‍ફ ફાયનાન્‍સ કોલેજોને મંજુરી આપવાનો તખ્‍તો તૈયાર થઇ રહ્યો છે. અને આવનારા દિવસોમાં કઇ રીતે ભ્રષ્‍ટાચાર તેની જવાબદારી સોંપાઇ રહી છે અમો દાવા સાથે કહી રહ્યા છીએ કે ૩ અઠવાડીયામાં યુનિવર્સિટીના કુલપતિ આ કામ હાથ ઉપર લેવાના છે.

 સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પુર્વ સેનેટર મેમ્‍બર રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી આદિત્‍યસિંહ ગોહીલ અને રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્‍પેશભાઇ સાધરીયાએ જણાવેલ છે કે  સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીની હાલની પરીસ્‍થિતિમાં ભાજપની અંદરો અંદરની લડાઇ  ચરમસીમાએ હોય જેના કારણે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ,  વિદ્યાાર્થીઓ તેમજ તેમનો પરિવાર પીડાઈ રહ્યો છે. જેના માટે રાજકારણને બાજુમાં રાખી  સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીને બચાવવા માટે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ. આઇ. પ્રયત્‍નશીલ રહેશે  

જયારે સરકાર દ્વારા ચાલતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીની અંદર ૧૫૦ પરિવારની રોજગારી છીનવી છે. જે રજૂઆત હાલના મુખ્‍યમંત્રીને પણ યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ આઈ. દ્વારા કરવામાં આવશે. આવનારી ભરતીના ઉમેદવારોને ભર્ષ્ટાચાર દ્વારા કેમ સમાવવા તેની ગોઠવણ ચાલુ છે. આ ભરતીમાં એકપણ પ્રકારનો ભ્રષ્ટાચાર જો થયા ેતો યુવક કોંગ્રેસ  અને. એસ યુ.આઈ. ઉગ્ર આંદોલનના મંડાણ કરશે.

(4:06 pm IST)