રાજકોટ
News of Thursday, 26th May 2022

ગોંડલ રોડ પરની ૫ાઇનવીટા હોટેલના ત્રીજા માળેથી બે વર્ષથી બાળકી પટકાઇ

અગાઉ પણ આવી એક ઘટનામાં બાળાનો જીવ ગયો હતો

રાજકોટ તા. ૨૬: શહેરના ગોંડલ રોડ પર આવેલી હોટેલ પાઇનવીટામાં આજે વધુ એક વખત એક બાળકી પટકાઇ જવાની ઘટના બની છે. સગાઇ પ્રસંગમાં આવેલા પરિવારની બે વર્ષની બાળકી હોટેલના બીજા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ પાઇનવીટા હોટેલમાં આજે ભુપેન્‍દ્રભાઇ નામની વ્‍યક્‍તિના પરિવારનો સગાઇ પ્રસંગ હોઇ તેમાં હાજરી આપવા સગા સ્‍વજનો આવ્‍યા હતાં. જેમાં એક પરિવારની બે વર્ષની બાળકી હોટેલના બીજા માળેથી નીચે પટકાતાં ઇજા થતાં ૧૦૮ને જાણ થતાં ગાડી પહોંચી હતી અને બાળકી આયશા (ઉ.વ.૨)ને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવા તજવીજ કરી હતી. બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસના અધિકારીઓ, ઇન્‍વેસ્‍ટીગેશન ટીમે ઘટના સ્‍થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે આ જ હોટેલમાં અગાઉ પણ એક પ્રસંગમાં આવેલા પરિવારની બાળકી હોટેલના રૂમની બારીમાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. એ બાળકીનો સારવાર દરમિયાન જીવ ગયો હતો. બનાવને પગલે હોટેલ ખાતે

(4:04 pm IST)