રાજકોટ
News of Thursday, 26th May 2022

ઇચ્‍છાઓ સઘળી ફળે, જેને ગુરૂની કૃપા મળેઃ પૂ.ધીરગુરૂદેવ

સરદારનગરમાં પૂ. ગુરૂમાને ગુણાંજલિ

રાજકોટ તા. ર૬ :..  શ્રી શાલીભદ્ર સરદારનગર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં આજીવન અનશન આરાધક શાસન રત્‍ના ગુરૂમા પૂ. નર્મદાબાઇ મ.સ.ની ત્રીજી પુણ્‍યતિથી - ગુણાંજલી પ્રસંગે  પૂ. વનિતાબાઇ મ.સ. આદિ, પૂ. પ્રવિણાજી મ.સ. આદિ, પૂ. સરોજજી મ. સ. આદિ મહાસતીજી વૃંદની ઉપસ્‍થિતીમાં સુચિત્રા મહેતાના ગીત બાદ પૂ. જિજ્ઞાજી મ.સા. પૂ. પુનિતાજી મ.સ.એ ગુણાનુવાદ કરેલ. પૂ. બંસરીજી મ.સ., મુકિતશીલાજી મ.સ.એ ગુણાંજલિ ગીત રજૂ કરેલ.

હરેશભાઇ વોરા, પ્રવિણભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઇ શેઠ, રંજનબેન પટેલ, હીનાબેન વગેરેએ ગુણાંજલિમાં સૂર પુરાવી અભિવંદના કરેલ.

૯પ વર્ષની વયે ૬૮ વર્ષના દીક્ષા પર્યાય સહિત દિવાલના ટેકા વગર, રોજ હજારો શ્‍લોકના સ્‍વાધ્‍યાય દ્વારા ૮ દિવસ સંથારાની આરાધના કરી ઇન્‍દ્રપ્રસ્‍થનગર સંઘને તીર્થભૂમિ બનાવનાર પૂ. નર્મદાબાઇ મ.સ.ની શૌર્યતા, ધૈર્યતા અને શાલીનતા દર્શાવતા ગુરૂદેવે કહેલ કે ઇચ્‍છાઓ સઘળી ફળે, જેને ગુરુની કૃપા મળે.

પૂ. વનિતાબાઇ મ.સ. એ જન્‍મદાત્રી, જીવનદાત્રી, સંયમ દાત્રી ગુરૂમાના ઉપકારને સ્‍મરણમાં લાવી તપ-ત્‍યાગ-તિતિક્ષાના માર્ગે આગળ વધવા શીખ આપી હતી.

રાજકોટના વિવિધ સંઘો, જામનગર, ધ્રોળ, વગેરેના ભાવિકોની હાજરી હતી.

સરદારનગર સંઘને ઠાણાંગ સૂત્ર ભાગ-ર  અર્પણ કરાયેલ. વ્‍યાખ્‍યાન મંગળવારથી સવારે ૯ થી ૧૦ કલાકે યોજાશે.

(4:20 pm IST)