ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં કારોબારી બેઠકનો ધમધમાટ
રાજકોટ : ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર કક્ષાએ અને ત્યારબાદ વોર્ડક્ક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે તે અંતર્ગત પ્રદેશ કારોબારી અને શહેરે ભાજપની કારોબારી બેઠક સંપન્ન થયા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ વોર્ડમાં વોર્ડ કારોબારી બેઠક યોજાયેલ જેમાં વોર્ડ નં.૪,૫,૭, ૧૫ અને ૧૭માં કારોબારી બેઠક યોજાઈ હતી. વિવિધ વોર્ડમાં નિતીન ભારદ્વાજ, ડો.પ્રદિપ ડવ, કીશોર રાઠોડ, નરેન્દિ્સહ ઠાકુર, સુરેન્દિ્સહ વાળા સહીતના અગ્રણીઓએ વિવિધ વિષયો પર કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરળ પાડેલ.આ કારોબારી બેઠકમાં વોર્ડના પ્રભારીઓ દિપક પનારા, રમેશ અકબરી, રમેશ પરમાર, જીણાભાઈ ચાવડા, અશ્વીન મોલીયા તેમજ વોર્ડના પ્રમુખ સી.ટી.પટેલ, દીનેશ ઘીયાળ, ઘનશ્યામકુંગશીયા, સોમાભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દીનેશ ચૌહાણ , મુકેશ ધનસોત, દીનેશ ડાંગર, વીરમ રબારી, દુષ્યંત સંપટ, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ તેમજ વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સહીતના ઉપસ્થિત રહયા હતા. અને અગ્રણીઓએ આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાર્ટી ઘ્વારા યોજાનારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને દિશાસૂચન પુરૂ પાડયુ હતુ. આજે તા.૨૬ના વોર્ડ--૧માં લલીતભાઈ વાડોલીયાના ઘેર, વોર્ડ-૨માં સેન્ટ ગાર્ગી સ્કુલ, વોર્ડ-૩ માં જ્ઞાનદીપ વિધાલય, જંકશન પ્લોટ,વોર્ડ-૭ માં નાગર બોડીંગ, વોર્ડ-૮માં ભાજપ કાર્યાલય ખાતે, વોર્ડ-૯ માં તુલસીબાગ ખાતે, વોડ--૧૦માં ક્રિષ્ના પાર્ક, રામજી મંદીર ખાતે, વોર્ડ-૧૧૧ માં શિવમ પાર્ક સોસાયટી, વોર્ડ-૧૨માં મેયર બંગલા ખાતે, વોર્ડ-૧૩માં સાગર હોલ, ૮૦ ફૂટ રોડ ખાતે, વોર્ડ-૧૪માં દરજીની વાડી ખાતે, વોર્ડ--૧૭માં નવનીત હોલ ખાતે, વોર્ડ--૧૮માં દેવાયતભાઈ ડાંગરની ઓફીસ ખાતે વોર્ડકારોબારી યોજાશે.