રાજકોટ
News of Thursday, 26th May 2022

૫ જુલાઇથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૩૭ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

રાજકોટ તા. ૨૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં ૩૭ પરીક્ષામાં ૬૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ કસોટી આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોર્મસ, હોમ સાયન્સ, લો, રૃરલ સ્ટડીઝ, પરફોર્મીંગ આર્ટસ, સાયન્સ વિદ્યાશાખાની ૩૭ પરીક્ષા યોજાવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવી અને ચેકીંગ સ્કવોડની વ્યવસ્થા હાથ ધરી છે.

(1:11 pm IST)