રાજકોટ
News of Sunday, 26th May 2019

સુરતના મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી અર્પતા ભંડેરી-ભારદ્વાજ સહિતના અગ્રણીઓ

રાજકોટ તા. રપ : સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેટ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા ૧પ થી વધુ લોકોના કરૂણ મોત નિપજયા છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે દુઃખની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું. કે આ એક અતિ કરૂણ ઘટના છે ત્યારે રાજય સરકાર આ ઘટનાને ભોગ બનેલા તમામ મૃતકોના પરિવારની સાથે છે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દરા મૃતકોના પરિવારને ૪-૪ લાખની સહાય જાહેર કરવામાં આવી છે, ત્યારે દેશનું ભવિષ્ય એવા આશાસ્પદ વિદ્યાર્થીઓના નિધનથી તેમના પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છ.ે

અન્ય આગેવાનો

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગની ઘટનાનો ભોગ બનેલ વિદ્યાર્થીઓ પ્રત્યે દર્દભરી સંવેદના વ્યકત કરી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

(2:04 pm IST)