રાજકોટ
News of Saturday, 26th May 2018

વામ્બે આવાસમાં વિજયપરીની હત્યાનો પ્રયાસ કરનારા હજુ કોઇને નિશાન બનાવે એ પહેલા પકડોઃ રજૂઆત

સમસ્ત ગોસ્વામી સમાજે પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી કડક પગલાની માંગણી કરી

રાજકોટઃ વામ્બે આવાસ યોજના કવાર્ટર એસોસિએશનના પ્રમુખ અને ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજયપરી ગોસ્વામી પર આ કવાર્ટરમાં જ રહેતાં દારૂના બે ધંધાર્થી સંદિપ ઉર્ફ સેન્ડી અને ડિમ્પલ ઉર્ફ રાજુ યાદવે છરીથી હુમલો કરી પંદરેક ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં વિજયપરી સારવાર હેઠળ છે. દારૂના આ બંને ધંધાર્થીઓ વિરૂધ્ધ પોલીસને રજૂઆત કરી હોઇ તેનો ખાર રાખી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યાની આ ઘટનાને સમસ્ત ગોસ્વામી સમાજે વખોડી કાઢી આજે આ મામલે પોલીસ કમિશ્નરશ્રીને આવેદન પત્ર પાઠવી અવા ગુંડા તત્વોને તાકીદે દબોચી લઇ કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. આ બંને ફરાર હોઇ હજુ પણ બીજા લોકો પર સતત ભય ઝળુંબતો હોઇ તે ફરીથી કોઇને નિશાન બનાવે એ પહેલા પકડી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. રજૂઆતમાં પ્રવિણભાઇ ગોસ્વામી, જીતેન્દ્રગીરી ગોસ્વામી, ડી.આઇ. ગોસ્વામી, વિપુલગીરી ગોસ્વામી, પરેશગીરી, ચિરાગભારથી, ભાવેશગીરી, ગોૈતમગીરી, ભીખુપરી સહિતના જોડાયા હતાં. (૧૪.૧૨)

(4:22 pm IST)