રાજકોટ
News of Saturday, 26th May 2018

કુ. વિશ્વા કોરાટ દ્વારા કાલે 'આરંગેત્રમ' : ભરત નાટયમની મેળવેલ તાલીમનો નિચોડ પ્રસ્તુત થશે

રાજકોટ તા. ૨૬ : તાંડવ નર્તન ઇન્સ્ટીટયુટ ઓફ કલાસીકલ ડાન્સની વિદ્યાર્થીની કુ. વિશ્વા કોરાટે ૧૪ વર્ષની નાની વયે ભરત નાટયમની તાલીમ લઇ કાબેલીયત હાંસલ કરતા નૃત્ય સાધનાના નિચોડરૂપે કાલે તા. ૨૭ ના રવિવારે આરંગેત્રમ સમારોહ યોજાયો છે. હેમુ ગઢવી હોલ ખાતે કાલે સાંજે ૭.૩૦ વાગ્યે યોજાયેલ આ તાંડવ નૃત્ય આરંગેત્રમના મુખ્ય અતિથિ તરીકે રાજયોગીની બ્ર.કુ. ભારતીદીદી, ખોડલધામના ટ્રસ્ટી શ્રીમતી શર્મિલાબેન બાંભણીયા, વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર શ્રીમતી જાગૃતીબેન ધાડીયા, ખોડલધામ સમિતિના જિલ્લા કન્વીનર શ્રીમતી અનિતાબેન દુધાત્રા, વોર્ડ નં. ૧૦ ના શ્રીમતી જયોત્સનાબેન ટીલાળા તેમજ કલારસીકો ઉપસ્થિત રહેશે. શ્રીમતી હસ્મીતાબેન તથા શ્રી અરવિંદભાઇ કોરાટ (વિશ્વા ટેકનોકાસ્ટ મો.૮૨૩૮૯ ૬૧૩૫૬) ની સુપુત્રી એવી ચિ. વિશ્વાએ ૬ વર્ષનીવયથી તાંડવ નર્તન ઇન્સ્ટીટયુટના કલાગુરૂ જીજ્ઞેશભાઇ સુરાણી અને ક્રિષ્નાબેન સુરાણી પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યુ હતુ. આ ૭ વર્ષની નૃત્ય યાત્રા દરમિયાન અનેક સ્ટેજ પરફોર્મન્સ આપેલ છે. ત્યારે કાલે વિધિવત નૃત્યાંગના તરીકેના પ્રથમ ચરણરૂપ 'આરંગેત્રમ્' દિક્ષાંત સમારોહ આમંત્રિતોની ઉપસ્થિતીમાં યોજાયો છે. (૧૬.૫)

(4:21 pm IST)