રાજકોટ
News of Saturday, 26th May 2018

કાનુની વિજય

ઇન્કમટેક્ષ રૂડાને રર.૯૬ કરોડનાં ટેક્ષનું રિફંડ ચુકવશે

ર૦૧૧-૧રમાં ઇન્કમટેક્ષે રૂડા પાસેથી ડેવલપમેન્ટ આવક અંગે રૂ. રર.૯૬ કરોડનો ટેક્ષ વસુલ્યો હતો : ૬ વર્ષ સુધીની કાનૂની લડત બાદ ઇન્કમટેક્ષે સ્વીકાર્યુ ''આ રકમ ગ્રાન્ટની હતી જેના પર ટેક્ષ ન લાગે'': સી.ઇ.ઓ. પંડયાની સફળ જહેમત

રાજકોટ, તા. ર૬ :  રૂડાએ ઇન્કમટેક્ષ વિભાગ સામે સતત ૬ વર્ષ સુધી કાનૂની લડત ચલાવી અને ઇન્કમટેક્ષ વિભાગે ર૦૧૧-૧રમાં ટેક્ષ પેટે વસુલેલા રૂ. રર.૯૬ કરોડનું રિફંડ મેળવવામાં સફળતા મેળવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ ર૦૧૧-૧રના નાણાકિય વર્ષમાં ઇન્કમટેક્ષ વિભાગે રૂડા (રાજકોટ રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોલિટી) કરોડોથી આવક કરી છે તેમ જણાવી ઇન્કમટેક્ષ વિભાગે 'રૂડા'ને નોટીસ ફટકારી અને રૂ. રર.૯૬ કરોડનો ટેક્ષ વસુલ્યો હતો.

આ ટેક્ષ વસુલી સામે 'રૂડા'એ કાનૂની લડત માડી હતી અને એવી અપીલ કરી હતી કે ''આ આવક સરકારે આપેલી ગ્રાન્ટની છે અને ગ્રાન્ટ ઉપર આવકવેરો વસુલી ન શકાય.''

દરમિયાન ૬ વર્ષ સુધી ચાલેલા આ કાનૂની જંગબાદ ઇન્કમટેક્ષ વિભાગે સ્વીકાર્યુ કે 'રૂડા' પાસે લેવાયેલ રૂ. રર.૯૬ કરોડનો ટેક્ષ રિફંડને પાત્ર છે કેમકે ગ્રાન્ટની રકમ ઉપર ટેક્ષ વસુલી શકાય નહીં આમ હવે ઉપરોકત રર.૯૬ કરોડનું રિફંડ 'રૂડા' ને આપવામાં આવશે.

આ પ્રકરણનો સુખદ અંત આવતાં એડીશનલ કલેકટર અને રૂડાનાં સી.ઇ.ઓ. શ્રી પંડયા પર અભિનંદન વર્ષા વરસી હતી. (૯.૧૩)

(4:20 pm IST)