રાજકોટ
News of Saturday, 26th May 2018

વિહિપ હેડ કવાટર બિલ્ડીંગ વણીકર ટ્રસ્ટના નામનું

રાજકોટ : વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવીણભાઇ તોગડિયા સહિત ગુજરાતના નેતાઓને તાજેતરમાં વિહિપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. ત્યાં પાલડી વિશ્વ હિદુ પરિષદના બિલ્ડીંગનો કબજો લઇ  જાય તે માટે હવે આ બિલ્ડીંગ ડો. વણીક સ્માકર ભવન, ૧૧ મહાલક્ષ્મી સોસાયટી પાલડીના કાયદેસરના માલિક ડો. વણીકર સ્મારક ટ્રસ્ટ છે, જેમનો આ સ્થાવર મિલકતનો સંપૂર્ણ કાયદેસરનો માલિકી હકક કોઇ હોઇ પણ અનધિકૃત વ્યકિતએ લેખિત મંજુરી સિવાય પ્રવેશ કરવો નહીં. હુકમથી ટ્રસ્ટીઓ ડો. વણીકર સ્મારક ટ્રસ્ટ તેવું બોર્ડ અમદાવાદ-પાલડી ખાતે લગાવી દેવામાં આવ્યું હોવાનું પ્રસિદ્ધ થયું છે.

(4:16 pm IST)