રાજકોટ
News of Saturday, 26th May 2018

કાલે સાંજે રાજકોટ - મુંબઇ દુરન્તો એકસપ્રેસનું વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રસ્થાન

રાજકોટથી સાંજે ૭ કલાકે ઉપડશે સવારે ૬ કલાકે મુંબઇ પહોંચશે : મુંબઇ સેન્ટ્રલથી રાત્રે ૧૧.૨૫ કલાકે ઉપડી રાજકોટ સવારે ૧૦.૩૫ કલાકે પહોંચશેઃ આ ટ્રેનના સુરેન્દ્રનગર, અમદાવાદ બે સ્ટોપ : પત્રકાર પરિષદમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રવિન્દ્ર ભાકરે વિગતો રજુ કરી

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ નિલેશ મીરાણી, રાજુભાઇ ધ્રુવ તથા દિનેશભાઇ કારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : રેલવે મંત્રાલય દ્વારા મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ દુરાન્તો એકસપ્રેસ (નં.૧૨૨૬૭-૧૨૨૬૮) ટ્રેનને રાજકોટ એકસ્ટેન્શન જાહેર કર્યા અનુસાર કાલે રવિવા તા.૨૭મીએ સાંજે ૬-૩૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લીલીઝંડી ફરકાવીને પ્રથમ રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એકસપ્રેસ ટ્રેનનું ઉધ્ઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, સાંસદ મોહનભાઈ કુંડારીયા અતિથિ વિશેષ તરીકે તેમજ રેલવેના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમ આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું.

આ અંગે આજે વિસ્તૃત માહિતી માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે,  તા.૨૭મીએ સાંજે ૬-૩૦ વાગ્યે ઉદ્ઘાટન થનાર રાજકોટ-મુંબઈ દુરાન્તો એકસપ્રેસ ટ્રેનનો રોજિંદો રાજકોટથી ઉપડવાનો સમય સાંજે ૭-૦૫ વાગ્યાનો છે. આગળ સુરેન્દ્રનગરમાં રાત્રે ૮-૫૦ વાગ્યે ૧૦ મિનિટનો સ્ટોપ અને ૨૦ મિનિટનો સ્ટોપ (ડીઝલ એન્જિના સ્થાને ઈલેકટ્રીક પાવર લગાવવા) બાદ નોનસ્ટોપ મુંબઈ સેન્ટ્રલ ખાતે વહેલી સવારે ૬-૦૦ વાગ્યે પહોંચશે.

જયારે વળતા મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરાન્તો એકસપ્રેસ (ટ્રેન નં.૧૨૨૬૭) મુંબઈથી દરરોજ રાબે ૧૧-૨૫ વાગ્યે ઉપડીને અમદાવાદ ખાતે સવારે ૫-૫૫ વાગ્યે પહોંચી ૨૦ મિનિટ વિરામ (ઈલેકટ્રીક પાવરના સ્થાને ડીઝલ પાજર લગાવવા) બાદ સુરેન્દ્રનગર સવારે ૮-૩૪ વાગે ૧૦ મિનિટના વિરામ બાદ રાજકોટ જંકશન ખાતે સવારે ૧૦-૫૫ વાગ્યે પહોંચશે. આ ટ્રેનમાં ફસ્ર્ટ એસી, ટુ ટાયર એસ. થ્રી ટાયર એસી, બે જનરેટર વાન સહિત કુલ ૧૭ કોચનું કમ્પોઝિશનજ છે. આ ટ્રેન રાજકોટથી મુંબઈ વચ્ચેનું અંતર ૧૧ કલાક ૫૫ મિનિટમાં કાપશે. આ ટ્રેનનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે.(૨૧.૨૩)

(4:14 pm IST)