રાજકોટ
News of Saturday, 26th May 2018

રેલવે સ્ટેશને મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ : લીંબડાના વૃક્ષની ડાળીઓ કાપી નખાઇ

રાજકોટ : આવતીકાલથી રાજકોટથી મુંબઇ વચ્ચે સંપૂર્ણ એરકન્ડીશન ટ્રેન દૂરન્તો એકસપ્રેસનો પ્રારંભ થઇ રહ્યો છે જેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લીલીઝંડી આપનાર છે ત્યારે રેલવે સ્ટેશન પર કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેના ભાગરૂપે સ્ટેશનના પટાંગણમાં રહેલ લોકોને ટાઢો છાંયો આપનાર વર્ષો જુના લીંબડાના વૃક્ષોની ડાળીઓ કાપી નંખાતા વૃક્ષ પ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ હતી. તસ્વીરમાં વૃક્ષોની ડાળી કાપીને ટ્રકમાં ભરીને લઇ જવામાં આવી રહેલી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૨૪)

(4:14 pm IST)