રાજકોટ
News of Saturday, 26th May 2018

આનંદ બંગલા ચોકમાં ટ્રાફીક જામ દૂર કરવા હોકર્સ ઝોન બનાવોઃ રજૂઆત

રાજકોટ : મવડીના આનંદ બંગલા ચોકમાં રેકડીના દબાણોથી ટ્રાફીક જામ સર્જાય છે તે તસ્વીરમાં નજરે પડે છે. ઇન્સેટમાં આ બાબતે હોકર્સ ઝોન બનાવવા રજૂઆત કરનાર સામાજીક અગ્રણી મહેશભાઇ પરસાણા (મો. ૯૯૭૮૪ ૭૭૦૭૬) દર્શાય છે.

રાજકોટ, તા. ર૬ : શહેરના મવડી વિસ્તારમાં હાર્દસમા આનંદ બંગલા ચોકમાં કેરીબજાર સહિતની રેકડી-કેબીનો , પાથરણામાં દબાણને કારણે ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે ત્યારે આ ચોકના ફેરીયાઓ માટે આ સ્થળ પાસેજ હોકર્સ ઝોન બનાવવા અંગે મ્યુ. કમિશ્નરને ફોટોગ્રાફ તથા નકશાઓ રજૂ કરીને સામાજીક અગ્રણી મહેશભાઇ પરસાણાએ વિસ્તૃત રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં શ્રી પરસાણાએ જણાવ્યું હતું કે, મવડી મેઇન રોડ અને આનંદ બંગલા ચોકમાં કેરીની રેકડીઓનો દબાણ થવાથી લતાવાસીઓને અને બજારો રાહદારીઓને ભયંકર ત્રાસ થાય છે. આ ટ્રાફીકની સમસ્યાનો નિકાલ થઇ શકે તેમ છે કેમ કે આ ચોકમાંજ રાજકોટ રેવન્યુ સર્વે નં. ૪૦૧ પૈકીની જમીન આવેલ છે જે કોમન પ્લોટની જમીન છે. જે હાલ પાર્કીંગ તરીકે નકશામાં દર્શાવેલ છે અને કોર્પોરેશનના કબજામાં છે અને તેનું ક્ષેત્રફળ આશરે રપ૦૦ ચો. વાર છે તે ખાલી છે ત્યારે રસ્તા પરથી રેકડીઓને અને બકાલાવાળામાટે હોકર્સ ઝોન બનાવી તેમાં જગ્યા આપવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા તરત હલ થઇ શકે તેમ છે અને હોકર્સ ઝોનથી કોર્પોરેશનને લાખો રૂપિયાનું ભાડુ મળવાનું ચાલુ થશે ત્થા રાહદારીઓને ફાયદો થશે.

આ રજૂઆતના પ્રત્યુતરમાં કમિશ્નરશ્રીએ યોગ્ય કાર્યવાહી માટે ખાગી અપાઇ હતી. (૮.ર૪)

(4:10 pm IST)