રાજકોટ
News of Saturday, 26th May 2018

આજીડેમ પોલીસે તાલાલાના સંજયને રાજકોટમાં ચોરાઉ બાઇક સાથે પકડ્યો

રાજકોટ તા. ૨૬: તાલાલા નરસંગ ટેકરી ગડીયાવડ રોડ ખાતે રહેતો મુળ ઉનાના કાજડી ગામનો સંજય ગોવિંદભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૨૫) નામનો યુવાન રાજકોટમાં જીજે૧૧બીબી-૨૯૫૪ નંબરનું ચોરાઉ વાહન લઇને નીકળ્યાની બાતમી આજીડેમના હેડકોન્સ. કનકસિંહ ચોૈહાણ અને મહિપાલસિંહ ઝાલાને મળતાં આ બંને તથા કોન્સ. જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ ભીંસડીયા સહિતે પકડી લીધો હતો. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પુછતાછ થતાં આ શખ્સે સાતેક દિવસ પહેલા જુનાગઢના મેંદરડાના ભાલાસર ગામેથી આ હોન્ડા ચોરી કર્યાનું કબુલતાં જુનાગઢ પોલીસને સોંપવા તજવીજ થઇ હતી.

(12:44 pm IST)