રાજકોટ
News of Monday, 26th April 2021

રાજકોટમાં છેલ્લા બે દિ'માં ૧૦૭૦ પોઝિટિવઃ ૧૨૧૬ દર્દીઓ સાજા થયા

બપોર સુધીમાં ૨૫૩ કેસ નોંધાયાઃ શહેરનો કુલ આંક ૩૧,૧૮૯એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૨૫,૭૮૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૮૩.૩૫ ટકા થયો

 રાજકોટ તા. ૨૬: શહેરમાં છેલ્લા બે દિવસમાં રાહતનાં સમાચાર પ્રાપ્ત થયા છે. શનીવારે અને રવીવારે ૧૦૭૦ કેસ પૈકી ૧૨૧૬ દર્દીઓ સાજા થયા છે. આમ છેલ્લા બે દિવસમાં કોરોના કેસ કરતા સાજા થયેલ દર્દીઓની સંખ્યમાં વધારો થવા પામતા લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે. દિવસેને દિવસે સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સૌથી વધુ ૬૪૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે. જયારે શહેરમાં આજ બપોર સુધીમાં ૨૫૩ કેસ નોંધાયા છે.

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૫૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૪,૧૮૯  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૧,૨૩૮  સેમ્પલ લેવાયા હતા.જેમાં  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૪૧ ટકા થયો  હતો. જયારે ૬૪૮ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૯,૫૨,૭૧૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૧,૧૮૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૫ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૫૦૧૭  દર્દીઓ સારવાર હેઠળ છે.

અત્રે નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં શનીવારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૨ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જયારે ૫૬૮ દર્દી ઓ સાજા થયા છે.

(4:01 pm IST)