રાજકોટ
News of Monday, 26th April 2021

માસ્ક ન પહેરનાર અને ગ્રાહકોનાં ટોળા ભેગા કરનારા વધુ ૧૨ વેપારીની દુકાનો ૭ દી'માટે સીલ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૬/૦૪/૨૦૨૧ ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૧૨ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર.આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં (૧) જોલી હેર ડ્રશર, પારવેડી ચોક, (૨) શિવમ નાયલોન ખમણ, રૈયા રોડ, (૩)સોમનાથ પાન & કોલ્ડ્રીંકસ, કુવાડવા રોડ, (૪)સેમસંગ એન્ટરપ્રાઈઝ, મહાકાળી રોડ, (૫) RGS,યાજ્ઞિક રોડ, (૬) શ્રી ગજાનન ફેશન, પેડક રોડ, (૭) ખોડીયાર પુષ્પ ભંડાર, પેડક રોડ (૮)સાંઈનાથ ટેલીકોમ& કલર હાઉસ, પેડક રોડ, (૯)નંદલાલા ડિલકસ પાન & કોલ્ડ્રીંકસ, વીદ્યાનગર મેઈન રોડ, (૧૦) ગજાનન સેલ્સ, ભાવનગર રોડ, (૧૧)આઈ શ્રી ખોડીયાર પાન & કોલ્ડ્રીંકસ, વીદ્યાનગર મેઈન રોડ, (૧૨) શાહ બૈડ્સ, ભાવનગર રોડ નો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(3:59 pm IST)