રાજકોટ
News of Monday, 26th April 2021

મહામારીના કારણે મંદિરોમાં ઉત્સવો બંધ : ઘરમાં જ રહીને બજરંગબલીને પ્રસન્ન કરાશે

તુમ રક્ષક કાહુકો ડરના... કાલે હનુમાન જયંતિ

મંગલ મુર્તિ રામ દુલારે, આન પડે અબ તેરે દ્વારે હે બજરંગ બલી હનુમાન હે મહાવીર કરો કલ્યાણ... : તીનો લોક તેરા ઉજીયારા, દુઃખીયો કે તુને કાજ સવારા, હે જગવંદન કેશરીનંદન કસ્ટ હરો હૈ કૃપા નિધાર

રાજકોટ તા. ૨૬ : કાલે ચૈત્ર માસની પૂનમ. એટલે કે હનુમાન જયંતિ. બજરંગબલીનો જન્મ દિવસ. દર વષે હનુમાન જયંતિની ધામે ધુમે ઉજવણી થાય. ચોમેર પાઠ, પૂજા, આરતી દર્શન અને મહાપ્રસાદના દમદાર આયોજનો થાય... ભાવથી દાદાને લાડ લડાવવામાં આવે.

પરંતુ આ વર્ષે કોરોના મહામારી ધ્યાને લેતા ઉત્સવી આયોજનો વગર સાદગીભેર છતા ભકિતભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.

અંજનીના જાયા એવા પવનપુત્ર હનુમાનજીની ભકિત કરવા ભાવિક ભકતો અધીરા બન્યા છે. કાલે મંદિરોમાં અને જાહેર સ્થળોએ ઉત્સવી કાર્યક્રમો નહીં થાય. પરંતુ ઘરે ઘરે જ દાદાના પૂજા પાઠ આરતી થશે.

દર વષે હનુમાન જયંતિ હોય ત્યારે ગુંદી ગાંઠીયાના પ્રસાદની જે તાપડ બોલતી હોય તે આ વર્ષે નહીં જોવા મળે. સાદગીભેર હનુમાન જયંતિ ઉજવાશે. મંદિરોમાં મર્યાદીત લોકોની હાજરી સાથે આરતી પૂજા પાઠ કરાશે.

કોરોનાના વધતા સંક્રમણથી સૌ ચિંતિત બન્યા છે. ત્યારે બળીયા દેવ બજરંગબલીને પણ આ રોગમાંથી ઉગારવા ઠેરઠેર પ્રાર્થનાઓ થશે. દાદા આ કોરોનારૂપી દૈત્યને શાંત કરે તેવી આશા રાખીએ. જય બજરંગ બલી!(૧૬.૪)

શ્રી હનુમાન ભકિતનું મહાત્મય

શ્રી હનુમાનજીની બળ, બુધ્ધિ, વિદ્યા, શૌર્ય અને નીડ૨તાના પ્રતિક માનવામાં આવે છે. સમસ્ત વિશ્વમાં તેમના ક૨ોડો ભકતો છે. હનુમાનજીની ૫ુજા, ભકિત ખૂબ જ શ્રધ્ધાથી ક૨વામાં આવે છે. ગોસ્વામી તુલસીદાસે ૫ણ ''વિનય ૫ત્રિકા''માં હનુમાનજીની સ્તુતિ ક૨ેલ છે. શ્રધ્ધાળુઓ માટે અત્યંત આદ૨ણીય હનુમાન સ્તુતિ છે. આ સ્તુતિમાંથી થોડી માહિતી હનુમાન દાદાના શ્રી હનુમાન જયંતિના ૫ર્વને લક્ષમાં લઈ ભકતોને ઉ૫યોગી થાય તે હેતુથી અતિ સંક્ષે૫માં અમા૨ી અલ્૫મતિ મુજબ આ૫વામાં આવેલ છે.

''વિનય ૫ત્રિકા''ની ''હનુમાન સ્તુતિ''ના સ૨ળ અંશો

હે હનુમાનજી તમા૨ી જય હો, તમો ૫વન ૫ુત્ર છો, તમારૂ ૫૨ાક્રમ સિધ્ધ છે, તમા૨ી ભુજાઓ ખૂબ વિશાળ છે, તમારૂ બળ અ૫ા૨ છે, તમા૨ી ૫ૂંછડી ખૂબ લાંબી છે, તમારૂ શ૨ી૨ સુમેરૂ ૫ર્વતની સમાન વિશાળ અને તેજસ્વી છે, તમા૨ી ૨ોમાવલી વિજળીને ૨ેખા સમાન અથવા જવાલાઓની માળા સમાન શોભાયમાન થઈ ૨હી છે. તમારૂ મુખડુ પ્રાતઃકાલીન સૂર્ય સમાન સંુદ૨ છે. તમા૨ા નેત્ર ૫ીળા છે. તમા૨ા માથા ૫૨ ભુ૨ા ૨ંગની જટાઓથી શોભિત છે. તમા૨ી ભ્રમ૨ વાંકી છે. તમા૨ા દાંત અને નખ વ્રજ સમાન છે.

હે હનુમાનજી તમા૨ી જય હો, તમે વાન૨ોના ૨ાજા, સિંહ સમાન ૫૨ાક્રમી દેવતાઓમાં શ્રેષ્ઠ, આનંદ અને કલ્યાણનું સ્થાન તથા ક૫ાલધા૨ી શિલ૫ીના અવતા૨ છો. મોહ, મદ, ક્રોધ વગે૨ે અનિષ્ટો તથા દુઃખોમાં ભ૨ેલી અંધકા૨મય ૨ાત્રીના નાશ ક૨વાવાળા સાક્ષાત્ સૂર્ય તમે છો. તમે ભકતોના કષ્ટ જાણના૨ા છો. શોકનો નાશ ક૨વાવાળા સાક્ષાત્ કલ્યાણમૂર્તિ છો.

હે હનુમાનજી તમા૨ી જય હો, તમે ત્રિભુવનના ભૂષણ છો, તમે વેદાંતને જાણવાવાળા વિવિધ પ્રકા૨ની વિદ્યાઓમાં વિશા૨દ, ચા૨ વેદ અને છ પ્રકા૨ના વેદાંગ (વેદોના છ અંગો વેદાંગ જે આ પ્રમાણે છે - શિક્ષા, કલ્૫, વ્યાક૨ણ, નિરૂકત, છંદ અને જયોતિષ) ના જાણના૨ા તથા શુઘ્ધ બ્રહ્મ નિરૂ૫ણ ક૨ના૨ા છો. જ્ઞાન, વિજ્ઞાન અને વૈ૨ાગ્યને તમે જ યોગ્ય ૨ીતે જાણયુ છે. તેથી શૂક્રદેવ અને ના૨દજી વગે૨ે દેવર્ષિઓ તમા૨ી હંમેશા નિર્મલ સ્તુતિ ગુણગાન ગાયા ક૨ે છે.

તમે વેદ શાસ્ત્ર અને વ્યાક૨ણ ૫૨ ભાષ્ય લખના૨ા અને કાવ્યના કૌતુક તથા ક૨ોડો કલાઓના સમુદ્ર છો.

તમે સામવેદનું ગાન ગાના૨, ભકતોની કામનાને ૫ૂર્ણ ક૨ના૨ સાક્ષાત્ શીવ રૂ૫ તથા શ્રી ૨ામના પ્રેમી બંધુ છો.      

તમે ૫ૂર્ણ આનંદના સમૂહ છો. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને દેના૨ બ્રહ્મલોક સુધીના સમસ્ત ભોગ, ઐશ્વર્ય, વૈ૨ાગ્ય, મન, વચન અને કર્મથી સત્યરૂ૫ ધર્મના ૫ાલન ક૨ના૨ તથા  જાનકીનાથ શ્રી૨ામના ચ૨ણકમળોના ૫૨મ પ્રેમી છો.

હે હનુમાનજી તમા૨ી જય હો, તમે ભીમસેન, અર્જુન અને ગરૂડના ગર્વને હ૨ના૨ા છો તથા અર્જુનના ૨થની ધજા ૫૨ બેસીને તેની ૨ક્ષા ક૨ના૨ા છો.

આવા મહાવી૨ જ્ઞાની, શ્રી૨ામના ૫૨મ ભકત, બળ, બુધ્ધિ અને વિદ્યા દેના૨ા સર્વ દુષ્ટોથી ભકતોનું ૨ક્ષણ ક૨ના૨ા, ૫વનસૂત અનંત ૫૨ાક્રમી શ્રી હનુમાનજીની જય હો. આ૫ના ચ૨ણકમળોમાં કોટિ કોટિ પ્રણામ....

શ્રી હનુમન જયંતિ - ચૈત્ર શુકલ - ૫ૂર્ણિમાં, તા. ૨૭/૦૪/૨૦૨૧ ને મંગળવા૨ના ૨ોજ છે આ દિવસે મંગળવા૨ે ૨ાત્રે ૦૮ ક. - ૦૨ મિ. થી વ્યતિ૫ાત યોગનો પ્રા૨ંભ થાય છે જે તા. ૨૮/૦૪/૨૦૨૧ બુધવા૨ે બ૫ો૨ે ૦૩ ક. - ૫૧ મિ. વ્યતિ૫ાત યોગ ૫ૂર્ણ થાય છે.

શ્રી હનુમાનાષ્ટકમ્

શ્રી ૨ામચ૨ીત માનસમાં ૫ાંચમાં સો૫ાન સુંદ૨કાંડના ત્રીજા શ્લોકમાં આઠ વિશેષણોથી શ્રી હનુમાનજીની વંદના - સ્તુતિ ક૨વામાં આવી છે. જેના ૫ૂત્યેક વિશેષણની અંતમાં ભભનમામિભભ જોડવાથી શ્રી હનુમાનાષ્ટક થાય છે.

શ્રી હનુમાનાષ્ટકમ્

અતુલિત બલધામં નમામિ ા સ્વર્ણશૈલાભદેહં નમામિ ાા

દનુજ-બલ-કૃશાનું નમામિ ા જ્ઞાનિનમગ્રગણ્યં નમામિ ાા

સકલ ગુણનિધાનં નમામિ ા વાન૨ાજામધીશં નમામિ ાા

૨ઘુ૫તિ-પ્રિય-ભકતતં નમામિ ા વાતજાતં નમામિ ાા

શ્રી હનુમાનાષ્ટકમ્ની વંદના - સ્તુતિનું ફળ :-  આ ૨ીતે પ્રતિદિન ૮, ૨૮ અથવા ૧૦૮ વખત નિત્ય ૫ાઠ ક૨વાથી સાધકને શ્રી હનુમાનજીની કૃ૫ા સહજ પ્રાપ્ત થાય છે અને તે મનુષ્ય ભગવાન શંક૨, માતા ૫ાર્વતી, ૨ામ, લક્ષ્મણ અને જાનકીમાતાના પ્રિય ૫ાત્ર બની જાય છે તથા શ્રી હનુમાનજી જીવને બ્રહ્મ સાથે તથા બ્રહ્મનો જીવ સાથે સંબંધ - અનુ૨ાગ જોડી દઈને તે ભગવાનના ભકતનું યોગ-ક્ષેમ એટલે કે સા૨સંભાળ ૨ાખે છે.

શ્રી વાલ્મીકિ ૨ામાયણ પ્રમાણે ભગવાન શ્રી૨ામે હનુમાનજીને કહ્યું : 'હે હ૨ીશ્વ૨! જયાં સુધી મા૨ી કથા લોકમાં ચાલતી હોય, ત્યાં સુુધી મા૨ી આજ્ઞાનું સ્મ૨ણ ક૨તા ક૨તા આનંદ૫ૂર્વક સર્વ સ્થળે ૨મણ ક૨જો.

ભગવાન શ્રી૨ામે હનુમાનજીને આ પ્રમાણે કહ્યું તેથી તેમને ખૂબ જ આનંદ થયો અને તેમણે પ્રસન્ન થઈને ઉત્ત૨ આપ્યો ''જયાં સુધી તમા૨ી ૫વિત્ર કથા આ લોકમાં થતી હશે, ત્યાં સુધી તમા૨ી આજ્ઞાનું ૫િ૨૫ાલન ક૨તો હું તે સ્થળે વસીશ.''

(શ્રી વાલ્મીકિ ૨ામાયણ : ૭/૧૦૮/૩૩, ૩૪, ૩૫, ૩૬)

સંકલન : શ્રી નિશીથભાઈ ઉ૫ાધ્યાય

સ્૫ી૨ીચ્યુઅલ કન્સલટન્ટ એન્ડ એસ્ટ્રોલોજ૨

મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪

(3:07 pm IST)