રાજકોટ
News of Monday, 26th April 2021

મહાત્મા ગાંધી પ્લોટમાં પૈસાના ડખ્ખામાં પરેશ મકવાણાને છરીના ઘાઃ લાકડી-ઢીકાપાટુનો માર

પડોશી જયાબેન, આનંદ, પ્રવિણભાઇ અને પોપટે હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૬: ભગવતીપરા ઓવર બ્રિજ પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં પડોશીઓ વચ્ચે ઉછીના આપેલા પૈસા મામલે શનિવારે બોલાચાલી-મનદુઃખ થતાં ખાર રાખી યુવાન પર પડોશીઓએ હુમલો કરી છરીના ઘા ઝીંકી, લાકડી-ઢીકાપાટુનો પણ માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

બી-ડિવીઝન પોલીસે આ મામલે પારેવડી ચોક મહાત્મા ગાંધી પ્લોટ-૨માં રહેતાં પરેશ ઇશ્વરભાઇ મકવાણા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં આનંદ પ્રવિણભાઇ મકવાણા, પ્રવિણભાઇ મંગાભાઇ મકવાણા, જયાબેન પ્રવિણભાઇ અને પોપટ મકવાણા સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧)  મુજબ ગુનો નોંધ્યો છે.

પરેશ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પત્િ ન પાસેથી પડોશી જયાબેન ઉછીના પૈસા લઇ ગયા હતાં. આ પૈસાની ઉઘરાણી કરતાં શનિવારે બોલાચાલી થઇ હતી. તેનું મનદુઃખ રાખી રવિવારે જયાબેન અને તેના પરિવારના સભ્યોએ આવી ગાળાગાળી કરી હતી અને આનંદે છરીથી હુમલો કરી પોતાને પેટ અને થાપાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. તેમજ જયાબેને લાકડીથી માર માર્યો હતો. જ્યારે પ્રવિણભાઇ અને પોપટે ઢીકાપાટુનો માર માર્યાનું ફરિયાદમાં જણાવાતા પીએસઆઇ એચ. એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)