રાજકોટ
News of Monday, 26th April 2021

કોરોના સંક્રમણની ચેઈન તોડવા તમામ જવેલર્સ મેદાને

સોની બજાર વધુ એક અઠવાડિયું સ્‍વૈચ્‍છીક બંધ પાળશે

ગોલ્‍ડ ડીલર્સ એસો.જવેલરી એસો.નો નિર્ણયઃ સોનીબજાર તેમજ પેલેસ રોડના તમામ વેપારીઓ સ્‍વૈચ્‍છીક બંધમાં જોડાશે

સોનીબજારમાં એક અઠવાડિયું સ્‍વૈચ્‍છીક લોકડાઉનઃ કોરોના સંક્રમણની ચેઇન તોડવા જવેલર્સ મેદાને પડ્‍યા છે, આજથી સોનીબજાર એક અઠવાડિયાનું સ્‍વૈચ્‍છીક બંધ પાળવા રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,અને જેમ્‍સ એન્‍ડ  જવેલરી એસો,એ સંયુક્‍ત નિર્ણંય કર્યો હતો, તસ્‍વીરમાં સોની બજાર અને પેલેસ રોડ પર બંધમાં જોડાયેલ સોનીની દુકાનો શોરૂમ નજરે પડે છે (તસ્‍વીર સંદીપ બગથરીયા )

રાજકોટઃ રાજકોટ સહીત સમગ્ર રાજ્‍યમાં કોરોનાએ કહેર વર્તાવ્‍યો છે, દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહયો છે સૌરાષ્‍ટ્ર-ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્‍યમાં આંશિક - સ્‍વૈચ્‍છીક બંધ પાળીને કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ થઇ રહ્યાં છે. ત્‍યારે એશિયાની ગોલ્‍ડ હબ મનાતી રાજકોટની સોની બજારમાં વધુ એક અઠવાડિયું સ્‍વૈચ્‍છીક બંધ પાળશે.

 આ અગાઉ ત્રણ દિવસ સુધી સોનીબજારમાં સ્‍વૈચ્‍છીક બંધ રાખ્‍યા બાદ ગત સપ્તાહે સળંગ પાંચ દિવસ સુધી બંધની જાહેરાત થયેલ હતી, જેની અવધિ સોમવારે પૂર્ણ થવાની હતી ત્‍યારે ફરીવાર કોરોના ની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈને તા.૨-૫-૨૦૨૧ સુધી સ્‍વેચ્‍છિક બંધ રાખવા રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,  જેમ્‍સ એન્‍ડ જવેલરી એસો, દ્વારા નિર્ણય લેવાયો છે   સોનીબજારમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા વધુ એકવાર અઠવાડિયું સ્‍વૈચ્‍છીક બંધમાં રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,તેમજ જેમ્‍સ એન્‍ડ જવેલરી એસો,તમામ સભ્‍યો ,સોની બજાર અને પેલેસ રોડના તમામ જવેલર્સ જોડાશે.

(3:38 pm IST)