રાજકોટ
News of Monday, 26th April 2021

રાજકોટમાં પરિણીતાની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

પતિ અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરારથી રહે છે તેવો આક્ષેપ : મકાનમાં કેમેરા ફીટ કરાવી મોબાઈલમાં લાઈવ રેકોર્ડીંગ રાખી મારી ઉપર સાસરિયાવાળા સતત નજર રાખે છે

રાજકોટ, તા. ૨૫  : રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા વંશિકાબેન વિજયભાઈ ચપલા નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે પતિ વિજય, સસરા વિરેન્દ્રભાઈ વલ્લભભાઈ ચપલા અને સાસુ બિનાબેનના નામો આપ્યા હતા. ફરીયાદમાં જણાવ્યું હતું કે, બીએડનો અભ્યાસ બાદ ૨૦૧૮માં વિજય સાથે બન્નેના પરિવારોની રાજીખૂશીથી પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન સાસારીયાઓ પસંદ ન હોય કામ બાબતે મેણાટોણા મારતા હતા અને મારા દિકરાને અમારી જ્ઞાતિની છોકરીઓ મળી રહે તેમ હતી તેમ કહી સાસુ-સસરા ત્રાસ આપતા હતા.

દરમિયાન પતિ અવાર નવાર માવતરેથી પૈસા લઈ આવવાનું કહી મારકૂટ પણ કરતો હતો  તેમજ તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોય તેની સાથે વાતચીત પણ કરતા અને ઘેરથી ચાલ્યા જતા અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી.

તેના પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધાનું પોલીસમાંથી જાણવા મળતા અને તેના પતિ તેની સાથે રહેતો હોય અને અમારા મકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી મોબાઈલમાં લાઈવ રેકોર્ડીંગ રાખી મારી ઉપર સતત નજર રાખે છે. સાસુ સસરા અને પતિ નજર રાખી રહ્યા છે. તેમજ માવતરે જવાનું કહેતા હોવાથી ૧૮૧માં ફોન કરી ફરિયાદ કરતા તે પોલીસને કેમ જાણ કરી કહી પહેરેલ કપડે કાઢી મૂકયાનું જણાવતા મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

મહત્વનું છે કે જે રીતે મહિલા એ ફરિયાદ નોંધાવી છે તે મુજબ પોલીસે આરોપી તરીકે પતિ વિજય, સસરા વિરેન્દ્રભાઈ વલ્લભભાઈ ચપલા અને સાસુ બિનાબેનની શોધખોળ હાથ ધરી છે.  બીએડનો અભ્યાસ બાદ ૨૦૧૮માં વિજય સાથે બન્નેના પરિવારોની રાજીખૂશીથી પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન સાસારીયાઓ પસંદ ન હોય કામ બાબતે મેણાટોણા મારતા હતા અને મારા દિકરાને અમારી જ્ઞાતિની છોકરીઓ મળી રહે તેમ હતી તેમ કહી સાસુ-સસરા ત્રાસ આપતા હતા.

(9:42 pm IST)