રાજકોટ
News of Friday, 26th April 2019

કાલે ટેલીકોમ રીક્રીએશન કલબના મેમ્‍બરોને સભાસદ ભેટ અપાશેઃ હાજર રહેવા અપીલ

રાજકોટ તા. ર૬ : ટેલીકોમ રીક્રીએશન કલબ બીએસએનએલ રાજકોટ દ્વારા TRC રાજકોટના તમામ સભ્‍યોને સેલો કંપનીની આકર્ષક સભાસદ ભેટ' રાજકોટ BSNLના જનરલ મેનેજર અશોકકુમાર ઉપાધ્‍યયાના હસ્‍તે જયુબીલી બાગ-ટેલીફોન એકસચેંજ પહેલા માળે રાજકોટથી વિતરણ કરવામાં આવશે. આ વિતરણ કાર્યક્રમમાં BSNLના તમામ ઉચ્‍ચ-અધિકારીઓ TRCના તમામ હોદ્‌ેદારો તથા સભ્‍યો ઉપસ્‍થિત રહેશે.

TRC  રાજકોટ દ્વારા તાજેતરમાંBSNL મેલા કેમ્‍પ મેડીકલ નિદાન કેમ્‍પ ફ્રેન્‍ડલી-ક્રિકેટ મેચ જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ છે  તથા આગામી માસમાં નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ તથા માર્ગદર્શન શીબીર તથા સમર વેકેશનમાં ઉપયોગી આયોજન કરવામાં આવનાર છે.

TRC રાજકોટના તમામ સભ્‍યોએજ શનીવારે સવારે ૧૦ કલાકે જયુબીલીબાગ ટેલીફોન એકસચેંજ પહેલા માળે પધારવા તથા સભ્‍યસદ ગીફટ મેળવી લેવા નિમંત્રણ છે.

(4:13 pm IST)