રાજકોટ
News of Friday, 26th April 2019

મ્‍યુ.કોર્પોરેશન દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીઃ વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા રપ એપ્રિલ ‘‘વિશ્વ મેલેરિયા દિવસ''નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્‍છર ઉત્‍૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે આ વર્ષની થીમ  ‘‘Zero Malaria starts with me''  એટલે કે ‘‘મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્‍નોથીને ઘ્‍યાનમાં રાખી વોર્ડવાઇઝ વિવિદ્ય જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્‍યા હતા. આ તમામ કામગીરીમાં પાઠક સ્‍કૂલના પ્રિન્‍સીપાલ કલ્‍પનાબેન જોશી, સમ્રાટ અશોક સ્‍કૂલના પ્રિન્‍સીપાલ મગનભાઇ રામોલીયા, માઘવન સ્‍કૂલના પ્રિન્‍સીપાલ હાજીભાઇ દોઘિયા, જ્ઞાનદિ૫ વિદ્યાલયના પ્રિન્‍સીપાલ નિલેશભાઇ પટેલ, પાલવ વિદ્યાલયના પ્રિન્‍સીપાલ જગદીશભાઇ દોંગા, સ્‍કૂલ નં. ૪૩ના સ્‍ટાફ જયશ્રીબેન ગુજરીયા, આર. કે. વિદ્યા સ્‍કૂલના સ્‍ટાફ કલ્‍પેશભાઇ પટેલ, વિદ્યાંજલી સ્‍કૂલના સ્‍ટાફ જીવરાજભાઇ પટેલ, શાળા નં. - ૧૩ ના સ્‍ટાફ અમિતભાઇ પંડયાએચ.એન. શુકલા કોલેજના સ્‍ટાફ દિપીકાબેન રાઠોડ, સંત જ્ઞાનેશ્રર સ્‍કૂલના સ્‍ટાફ રવિભાઇ શેખ તથા SI કોલેજના પ્રિન્‍સીપાલ ડો. ચંદન કરકરે અને સ્‍ટાફ, મેડીકલ કોલેજના સ્‍ટાફ તથા તમામ આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસર તથા આરોગ્‍ય કેન્‍દ્રના સ્‍ટાફનો  હકારાત્‍મક સહકાર પ્રાપ્ત થયેલ છે.  વિશ્ર મેલેરિયા દિવસની ઉજવણી માટે કમિશનર  બંછાનિઘી પાની તથા માન. નાયબ કમિશનરશ્રી સી. બી. ગણાત્રાની સુચના અન્‍વયે આરોગ્‍ય અદ્યિકારી ડો. પી. પી.  રાઠોડના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્‍ય અઘિકારી ડો. મનીષ ચુનારા, ડો. હિરેન વિસાણી, બાયોલોજીસ્‍ટ વૈશાલી રાઠોડ તથા તમામ આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસર તથા સ્‍ટાફ, મેલેરિયા ઇન્‍સ્‍પેકટર ભરતભાઇ વ્‍યાસદિલી૫દાન નાંદ્યુપિનાકીન ૫રમાર તથા તમામ સુપિરીયર ફિલ્‍ડવર્કર અને ફિલ્‍ડવર્કર આશા તથા આરોગ્‍યકેન્‍દ્રના સ્‍ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ તેમ કોર્પોરેશનની સતાવર યાદીમાં જણાવ્‍યું છે.

 

(4:10 pm IST)