રાજકોટ
News of Friday, 26th April 2019

સગીરાની અપહરણ - બળાત્‍કાર કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૨૬ : રાજકોટના એડી. સેસન્‍સ જજ શ્રી આર. એલ ઠાક્કરે સગીરા નું અપહરણ કરી દુષકર્મના મામલામાં ૨૭-૬-૨૦૧૬ ના રોજ ભકિત નગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬,૩૭૬ તથા પોકસો ની કલમ ૬ તથા ૧૭ મુજબ આરોપી વિજય મીઠાભાઇ દોમડીયા તથા સતીષ મીઠાભાઇ દોમડીયા વિરૂધ્‍ધ નોંધાયેલ ફરીયાદ અનુસંધાને ટ્રાયલ ચાલતા આરોપીઓને નીર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટુંક હકીકત એવી છે કે, દેવપરા વિસ્‍તારની રહેવાસી પીડીતાની માતાએ ગત તા. ૨૭-૬-૨૦૧૬ નારોજ રાજકોટના ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં કોઠારીયા  મેઇનરોડ પાસે આવેલ કવાર્ટરમાં રહેતા વીજય મીઠાભાઇ દોમડીયા તથા સતીષ મીઠાભાઇ દોમડીયા વિરૂધ્‍ધ આઇ.પી.સી. ની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો ની કલમ ૬ તથા ૧૭ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને સેશન્‍સ કોર્ટમાં કેસ ચાલી જતા, કેસ ચલવા દરમ્‍યાન આરોપીઓના વકીલશ્રી સંજય એચ. પંડિત એ સસાહેદોની ઝીણવટભરી ઉલટ તપાસ કરી નામદાર કોર્ટ  સમક્ષ એવું તથ્‍ય લાવવામાં સફળ રહેલ હતા કે, ફરીયાદણની સુપુત્રી ને આરોપી વિજય સાથે પ્રેમ સંબંધ હતો અને ફરીયાદમાં જણાવ્‍યા મુજબનું કોઇ કૃત્‍ય આરોપીએ આચરેલ ન  હતું તેમજ ફરીયાદીની સુપુત્રી સગીર હતી કે નહીં તે અંગેના કોઇ તથ્‍યો ફરીયાદ પક્ષ સાબી કરેલ ન હતું આમ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકાથી  પર સાબીત કરેલ ન હોય, આરોપીઓ ને નીર્દોષ છોડી મુકવા દલીલો રજુ રાખેલ તેમજ વડી અદાલતો એ તેના ચુકાદાઓમાં પ્રસ્‍થાપીત કરેલ સિધ્‍ધાંતો તરફ કોર્ટનું ધ્‍યાન દોરેલ, જે તમામને ગ્રાહય રાખી સેશન્‍સ જજ શ્રી આર. એલ.ઠાકરે આરોપીને નિર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટ સંજય એચ. પંડિત, ભાવીષા પંડિત, બલરામ પંડિત, નીલેષ ખુમાણ, મહેશ પુંઘેરા, રિધ્‍ધી રાજા તથા ગોૈતમ શીરવાણી રોકાયેલ હતા.

 

(4:09 pm IST)