રાજકોટ
News of Friday, 26th April 2019

મેલેરીયા દિવસની ઉજવણી

 વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની રાજકોટ શાખામાં સેનેટરી ઇન્સ્પેકટર ડીપ્લોમાં કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક રસપ્રદ મેલેરીયા કવીઝનું આયોજન કરાયુ હતુ. જેમાં ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મેલેરીયા વિરોધી સુત્ર સ્પર્ધા યોજવામાં આવેલ તેમજ મેલેરીયા વિરોધી ગીતો રજુ કરાયા હતા. વિજેતઓને પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતિમ ચરણમાં મ્યુ. આરોગ્ય શાખા દ્વારા મેલેરીયા ફેલાવનારા મચ્છર તેમજ પોરા અને પોરાભક્ષી માછલીનું નિદર્શન કરાયુ હતુ. સંસ્થાના વડા ડો. ચંદન કરકરેએ વિદ્યાર્થીઓના ઉમંગ તેમજ સ્ટાફની ઉત્તમ કામગીરીને બીરદાવી હતી.

(3:45 pm IST)