રાજકોટ
News of Friday, 26th April 2019

ભાગવત કથા એ મોક્ષગાથા અને સર્વરોગ મટાડનાર ઔષધિ : રાજેશભાઇ ત્રિવેદી

વસોયા પરિવારના આંગણે યોજાયેલ ભાગવત કથામાં ઉમટતા શ્રોતાઓ : વિવિધ પ્રસંગોની ભાવવાહી ઉજવણી : કાલે પુર્ણાહુતી

રાજકોટ : વસોયા પરિવારના આંગણે તા. ૨૧ થી ૨૭ સર્વપિતૃ મોક્ષાર્થે જલારામ ચોક, ગોપાલનગર ૧૩/અ ખાતે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં દરરોજ વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમીજનો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. કથા વકતા થોરીયાળીવાળા  શ્રી રાજેશભાઇ ત્રિવેદીએ સંગીતમય શૈલીમાં શ્રવણપાન કરાવતા જણાવેલ કે ભાગવતને મોક્ષ અપાવનારી મોક્ષગાથા કહેવામાં આવી છ.ે સંસારના સર્વરોગને મટાડનારી ઔષધી પણ કહેવામાં આવી છે. બની શકે એટલી ભકિત યુવાનીમાં કરવાની શીખ આપી ઇશ્વરના ગુણાનુવાદને ગાવા અને સત્કર્મ કરવા તેમણે જણાવ્યુ હતુ. પારિવારીક ભાવના ખીલે તે માટે સાસુ વહુએ એકબીજાના કર્તવ્યો સમજવા તેમજ સંત પુનિતના સંદેશ મુજબ માતા પિતાની સેવા કરવા તેમણે શ્રોતાઓને શીખ આપી હતી. કથા દરમિયાન આવતા વિવિધ અવતારો અને પ્રસંગોની ભાવસભર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી થયેલ. કાલે તા. ૨૭ ના સુદામા ચરીત્ર સાથે કથા વિરામ લેશે. તેમ બાબુભાઇ વસોયા (મો.૯૭૨૬૬ ૧૦૩૪૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:44 pm IST)