રાજકોટ
News of Friday, 26th April 2019

કણકોટ ખાતે ર૩ મેના રોજ વિધાનસભા બેઠક વાઇઝ ૧૪ ટેબલ ઉપર મતગણત્રી : ૧પ થી ર૦ રાઉન્ડ થશે : ૧૪૦૦નો કાઉન્ટીંગ સ્ટાફ

દરેક વિધાનસભા દીઠ પ-પ બુથના વીવીપેટના મતો ગણાશે : પરિણામ આવતા ૩ થી ૪ વાગી જશે : દરેક ટેબલે ૧ -ગણત્રીદાર-આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબર્ઝવર મૂકાશે : સવારે ૮ વાગ્યાથી પ્રારંભ : પહેલા પોસ્ટલ બેલેટના મત ગણાશે

રાજકોટ, તા. ર૬ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઇ, કણકોટ ખાતે ઇવીએમ સીલ કરી દેવાયા હવે, આગામી તા. ર૩ મેના રોજ મતગણત્રી થશે અને તે માટે કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે.

આ અંગે 'અકિલા' સાથેની વાતચીતમાં માહિતી આપતા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધાધલે ઉમેર્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક દીઠ જુદા જુદા ૭ રૂમમાં ૧૪ ટેબલ ઉપર મતગણત્રી થશે અને બૂથ મુજબ રાઉન્ડ થશે, લગભગ ૧પ થી ર૦ રાઉન્ડ થશે તેમ નિર્દેશ આપ્યો હતો.

તેમણે જણાવેલ કે ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક વિધાનસભા દીઠ પ-પ બૂથના વીવીપેટના મતો પણ ગણાશે, આથી પરિણામ ર કલાક મોડુ થશે. ૩ થી ૪ વાગી જશે.

શ્રી ધાધલે ઉમર્યું કે, સવારે ૮ વાગ્યે મતગણત્રી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટના મતો ગણાશે, બાદમાં ઇવીએમના મતોનું કાઉન્ટીંગ થશે.

તેમણે જણાવેલ કે આવતા અઠવાડીએ ૧૪૦૦ના કાઉન્ટીંગના સ્ટાફના ઓર્ડરો-તાલીમ શરૂ થશે અને મતગણત્રીના દિવસે જ સ્ટાફનું ઓબર્ઝવરની હાજરીમાં રેન્ડેમાઇઝેશન થશે.

દરેક ટેબલ ઉપર ૧ ગણત્રીદાર, તેમના આસિસ્ટન્ટ અને ૧ માઇક્રો ઓબર્ઝવર મૂકાશે. આ માટે ૧૦૦થી વધુ માઇક્રો ઓબઝેવરના અલગથી ઓર્ડરો નીકળશે.

(3:43 pm IST)