રાજકોટ
News of Friday, 26th April 2019

પતિના વિયોગમાં અગ્નિસ્નાન કરનારા હાથીખાનાના મનિષાબેન ગામીનું મોત

રાજકોટ તા. ૨૫: હાથીખાના મેઇન રોડ પર કેશુભાઇના દવાખાના સામે રહેતાં મનિષાબેન રાજેન્દ્રભાઇ ગામી (ઉ.૫૫) નામના લેઉવા પટેલ મહિલાઅ ે શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યું છે.

એ-ડિવીઝનના હેડકોન્સ. સાજીદભાઇએ મનિષાબેન ગઇકાલે સારવાર હેઠળ હતાં ત્યારે તેમનું નિવેદન નોંધ્યું હતું.  પરિવારજનોના કહેવા મુજબ મનિષાબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ રાજેન્દ્રભાઇનું ચારેક વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેઓ ગુમસુમ રહેતાં હતાં. વિયોગ, એકલતાથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું. આજે સવારે મનિષાબેને દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:30 pm IST)