રાજકોટ
News of Friday, 26th April 2019

પડધરીના સુવાગમાં ભુલથી કરેણના બી ખાઇ જતાં પટેલ વૃધ્ધા મણીબેન ખુંટનું મોત

રાજકોટ તા. ૨૬: પડધરીના સુવાગ ગામે રહેતાં મણીબેન ભીખાભાઇ ખુંટ (ઉ.૮૨) નામના લેઉવા પટેલ વૃધ્ધાએ બે દિવસ પહેલા ઘરે ભુલથી કરેણના બી ખાઇ લેતાં તબિયત બગડતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલાએ પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે. પતિ-પુત્રો ખેતી કરી ગુજરાન ચલાવે છે. પડધરી પોલીસ વધુ તપાસ કરે છે.

(3:29 pm IST)