રાજકોટ
News of Friday, 26th April 2019

દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર પંકજ વાઘેલા પકડાયો

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ ઘનશ્યામનગર-૧માં રહેતો અને મંડપ ડેકોરેશન તથા કેટરર્સનું કામ કરતો પંકજ જીતેન્દ્રભાઇ વાઘેલા (વણકર) (ઉ.૩૧) દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર હોઇ તે બેડી ચોકડીએ મામા સાહેબના મંદિર પાસે હોવાની બાતમી ડીસીબીના કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રદ્યુમનસિંહ ઝાલા, હિરેન્દ્રસિંહ પરમારને મળતાં પીએસઆઇ એસ. વી. પટેલ, હિતુભા ઝાલા, જયદિપસિંહ જાડેજા સહિતની ટીમે પકડી લઇ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પુછતાછ કરી હતી.

(3:28 pm IST)