રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટમાં વધુ એક કોરોનનો પોઝીટીવ કેસ નોંધાયો : શહેરમાં કોરોન પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 5 થઈ : જામનગરની જી.જી.હોસ્પિટલમાં કુલ 13 રિપોર્ટનુ પરીક્ષણ કરાયુ જેમાં રાજકોટ 37 વર્ષીય યુવક રાકેશ હાપલિયા નો પોઝીટીવ રિપોર્ટ આવ્યો : બાકીના 12 નો રિપોર્ટ નેગેટિવ

કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જાય છે ત્યારે રાજકોટમાં વધુ એક પોઝીટીવ કેસ આવતા ફફડાટ ફેલાય ગયો

રાજકોટ : રાજકોટમાં વધુ એક કોરોનનો પોઝીટીવ કેસ નોંધાતા શહેરમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે. આ સાથે શહેરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 5 થઈ કઈ છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં કુલ 13 રિપોર્ટનુ પરીક્ષણ કરાયુ હતું જેમાં રાજકોટ 37 વર્ષીય યુવક રાકેશ હાપલિયા નો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. બાકીના 12 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

ચર્ચાતી વિગત મુજબ રાકેશને કોરોનાનો ચેપ મયુરધ્વજસિંહ નામના યુવક થકી લાગ્યો છે, કે જેનો રિપોર્ટ પહેલાથી જ પોઝીટીવ આવ્યો છે. આના પરથી એમ પણ કહી શકાય કે આ આંતરિક ટ્રાન્સમિશનનો કેસ કહેવાય, જે ખુબજ ગંભીર બાબત ગણાય. અને તંત્રે હવે એ શોધવું જોઈએ કે મયુરધ્વજસિંહ બીજા કોના કોના સંપર્કમાં આવ્યા હતા? અને તે બધા લોકોની મેડિકલ તપાસ પણ તંત્રે કરાવવી જોઈએ. કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જાય છે ત્યારે રાજકોટમાં વધુ એક પોઝીટીવ કેસ આવતા ફફડાટ ફેલાય ગયો છે.

(5:04 pm IST)