રાજકોટ
News of Thursday, 26th March 2020

શાંતિના દુતો ને ચણ નાખવાની કામગીરી પણ ઉપાડી લેતી ક્રાઇમ બ્રાન્ચ

ઉપર સે મે ''સખ્ત'' હું અંદર સે ''નરમ'' હું ! લોકડાઉનના કારણે શહેર પોલીસે મહેકાવી સંવેદનશીલતા

સંવેદનશીલ મૂખ્યમંત્રીની અને સંવેદનશીલ પોલીસ કમિશનરના પગલે પગલે શહેરની સખ્ત મનાતી ક્રાઇમ બ્રાન્ચ પણે સંવેદનશીલતાની મહેર પ્રસરાવવા લાગી છે. લોકડાઉનના પાલન માટે કેકેવી ચોક ખાતે મસ્તી માતર નીકળી પડેલા લવરમૂંછીયાઓને ઉઠક-બેઠક કરાવી કડકાઇનો પરીચય કરાવનાર શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઇકાલથી પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલની સુચનાના આધારે અબોલ પશુ-પંખીઓને પણ લોકડાઉનમાં કોઇ તકલીફ ના પડે તે માટે શહેરના તમામ ખૂણેખાંચરેપંખીડાઓને ચણ નાખવાની કામગીરી ઉપાડી લીધી છે લોકડાઉનના કારણે ગરીબ ગુરબા કે ફસાયેલા લોકો ભુખ્યા ન રહે તે માટે સતત દોડધામ કરતી ક્રાઇમબ્રાંચ પોલીસ ઇન્સ્પેકટર હિતેશ ગઢવીના વડપણ હેઠળ અનેકવિધ પ્રસંસનીય કામગીરી કરી રહી છે ત્યારે ગઇકાલથી શાંતીના દુતો એવા કબુતરોને ચણ નાખવાની કામગીરીની લોકોએ પણ પ્રસંશા કરી છે લોકડાઉન ન હોય ત્યારે તો રાજકોટની સંવેદનશીલ પ્રજા કબુતરોને નિયમિત રીતે ચણ નાખતી હોય છ.ે પરંતુ લોકડાઉનના કડક અમલના કારણે રોજીંદી કામગીરીઓને બ્રેક લાગતા આ પુણ્ય કમાવવાની કામગીરી પણ ક્રાઇમ બ્રાન્ચે ઉપાડી લીધી છે. તસ્વીરમાં પોલીસ કમિશ્નરની લાગણીને માન આપી કબુતરોને ચણ નાખી રહેલા પોલીસ ઇન્સ્પેકટર હિતેશ ગઢવી, ફોજદાર એસ.વી. સાખરા, જમાદાર ધિરેન મલકીયા, મોહસીનભાઇ, હિરેનભાઇ, નિશાંતભાઇ શૈલેસગીરી વિગેરે નજરે પડે છે.

(4:24 pm IST)