રાજકોટ
News of Thursday, 26th March 2020

કોરોના સામે સુરક્ષા માટે આવાસ યોજના તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવઃ જંતુમુકત કરવા કાર્યવાહી

સિવિલ હોસ્પિટલ, કુવાડવા રોડ, ન્યુ કોલેજવાડી, યાજ્ઞિક રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહીતના સ્થળોએ ચીફ ફાયર ઓફીસર ડી.જે. ઠેબાનાં માર્ગદર્શન હેઠળ દવા છંટકાવની કાર્યવાહી

રાજકોટ, તા.૨૬: કોરોનાના સંક્રમણ સામે લેવાઇ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે વિવિધ આવાસ યોજનાઓ, રાજકોટ સેન્ટ્રલ જેલ સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઇ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ.કમિશ્રર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

કમિશ્નરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલ કોમ્યુનિટિ હોલ, ટાઉનશીપમાં સુભાષચંદ્ર બોજ ટાઉનશીપ, લોકમાન્ય તિલક ટાઉનશીપ, મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, ચંદ્રેશનગર મેઇન રોડથી મવડી ફાયર સ્ટેશન સુધીનો રોડ, સિવિલ હોસ્પિટલ થી કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રોડ, કોલેજવાડી એરિયા, યાજ્ઞિક રોડ, પ્રાઇવેટ હોસ્પિટલમાં સીનર્જી હોસ્પિટલ, સ્ટર્લિગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ તેમજ અન્યો સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. આ કામગીરી મ્યુનિ.કમિશ્નરશ્રીના આદેશ અનુસાર ચીફ ફાયર ઓફિસરશ્રી ડી.જે.ઠેબાની નિગરાની હેઠળ થઇ રહેલ છે.

(4:18 pm IST)