રાજકોટ
News of Thursday, 26th March 2020

રાહત ફંડમાં રૂ. ૧૧ લાખ ફાળવતુ સ્વનિર્ભરશાળા સંચાલક મંડળ

રાજકોટ તા. ૨૬ : ગુજરાતમાં કોરોના સામેની પ્રવર્તમાન સ્થિતિને પહોંચવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબ પરિવારને ૨૧ દિવસ ચાલે તેવું અનાજની કીટ તૈયાર કરવા આયોજન કર્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા ૧૧ લાખ રૂપિયાનું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યું છે તેમ પ્રમુખ અજયભાઇ પટેલ અને મંત્રી અવધેશભાઇ કાનગડે જણાવ્યું છે.

(4:16 pm IST)