રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટ પોલીસના આધુનીક ડ્રોન કેમેરામાં 'લોક' થશો તો કાયદાકીય કાર્યવાહી થશે

ઘર પરિસર, ગલીઓમાં એકઠા થઇ સામુહીક રમતો રમશો તો ખેર નથી.. : મહિલા કોલેજ પાછળ શેરી ક્રિકેટ રમતાં લોકો ઝડપાયાઃ અંતિમ વોર્નિંગ આપી જવા દેવાયા

રાજકોટ,તા.૨૬: રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી દવારા કોરોના વાયરસ સંદર્ભે જાફેરનામુ બહાર પાડવામા આવેલ છે જેનુ ચુસ્તપણે પાલન કરવુ તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં સી.સી.ટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા ચાંપતી દેખરેખ રાખવામાં આવે છે તે ઉપરાંત હાલમાંજ રાજકોટ શહેર પોલીસ એ આઇ.આઇ.ટી. કાનપુર દ્વારા તૈયાર કરવામાં આવેલ અતિ આધુનિક ડ્રોન થી હાલની પરીસ્થીતી ઉપર આકાશમાંથી પણ સમગ્ર રાજકોટ શહેર ઉપર બાજ નજર રાખી દેખરેખ રાખવામાં આવે છે જે ડ્રોન સાથે આધુનીક કેમેરો હોય જેનાથી દુરથી પણ વાહનના નંબરો તથા હાજર વ્યકિતના સ્પષ્ટ ફોટા મળી આવે છે જેથી આ ડ્રોન સાથેના કેમેરામા કોઇ પણ વ્યકિત જરૂરી કામ વગર શહેર વિસ્તારમાં પોતાના વાહનો લઇ ફરતા જોવામાં આવશે જેઓના વાહનોના નંબર આધારે તેઓને બોલાવી પુછપરછ કરવામા આવશે. તેમજ તેઓ કોઇ યોગ્ય ખુલાશો કરી શકશે નહીં તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

તેમજ હાલમા ચાર કે તેથી વધુ વ્યકિતઓએ જાહેરમાં એકઠા થવા પર પ્રતિબંધ હોય તેમ છતાં સોસાયટીઓમાં ગલીઓમાં અમુક ઇસમો એકઠા થઇ ક્રીકેટ રમતા કે બીજી કોઇ સામુહીક રમત રમતા તેમજ એકઠા થયેલ જોવામા આવશે .તેઓના ડ્રોન દ્વારા લેવામા આવેલ ફોટાઓ /વિડીયો આધારે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

એજ રીતે ગઇ કાલ તા.૨૫/૩/૨૦૨૦ ના રોજ મહિલા કોલેજ પાછળ સોસાયટીમાં અમુક ઇસમો એકઠા થઇ અને ગલીમા ક્રીકેટ રમતા ડ્રોન કેમેરામાં કેદ થયેલ હોય જે બાબતે તાત્કાલીક ત્યા પોલીસના માણસો પહોંચી તેઓને વોરનીંગ આપી અને ફરી એકઠા થઇ ક્રીકેટ કે અન્ય કોઇ રમતો નહીં રમવા સુચના કરવામા આવેલ અને હવે પછી આવી કોઇ પ્રવૃતી જોવામા આવ્યે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

(4:12 pm IST)