રાજકોટ
News of Thursday, 26th March 2020

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કોરોના સર્વે કામગીરી

બપોર સુધી કોઇ નવો રીપોર્ટ નહી સાંજે ફાઇનલ રીપોર્ટ

રાજકોટ તા. ૨૬ : કોરોના સંક્રમીત લોકોને શોધવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓનાં કોન્ટેકટ તથા તેના નિવાસસ્થાન આસપાસ સર્વે થઇ રહ્યો છે જે આજે પણ કરવામાં આવ્યો હતો.

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરે ૨ વાગ્યા સુધીમાં કોઇ નવો રીપોર્ટ નથી આવ્યો હવે સાંજે સર્વેની કામગીરીનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરાશે.

(4:08 pm IST)