રાજકોટ
News of Thursday, 26th March 2020

દૂધ-શાકભાજી-આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળે તે માટે ૭ અધિકારીઓની ટીમ-નામ-ફોન નંબર જાહેર કરાયા

દરેક વોર્ડ ઓફીસે શાક પહોંચાડવાનું શરૃઃ વોર્ડ ઓફીસ શાકની-કરીયાણાની દુકાને માલ પહોંચાડશે

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા ભારત સરકારશ્રી તરફથી સમગ્ર દેશમાં તા. રપ-૩-ર૦ર૦થી ર૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવામાં આવેલ છે. આપત્તિના આ સમયમાં આપત્તિ વ્યવસ્થાપન માટે રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ કોઇપણ અવરોધ વિના સરળતાથી મળી રહે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર૦૦પની કલમ-૩૩ થી મળેલ સતાની રૂએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની ટીમ બનાવી ફરજ સોંપણી કરવામાં આવેલ છે. જે ટીમમાં નીચે મુજબના અધિકારીશ્રીઓ નોડલ અધિકારીશ્રી તરીકે ફરજો બજાવશે. અને ઉત્પાદકથી ઉપભોકતા સુધીની ચેઇન જળવાય તે જોશે, તે માટે જરૂરીયાતના પ્રસંગે તેમનો સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ છે.

(4:07 pm IST)