રાજકોટ
News of Thursday, 26th March 2020

રણછોડનગરમાંથી મયુરસિંહ જાડેજાની ૧૦ લાખની સ્કોર્પીયો ૩ ગઠીયા હંકારી ગયા

સ્વીફટ કારમાં આવેલા ત્રણ તસ્કરોએ પાડોશી કરણભાઇની સ્કોર્પીયોમાં સાઉન્ડ સીસ્ટમ તોડી નાખીઃ ત્રણેય કેમેરામાં કેદ

રાજકોટ તા. ર૬ :.. શહેરના રણછોડનગરમાં રહેતા ગરાસીયા યુવાને ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પીયો તસ્કરો ચોરી ગયા હતાં. અને ઘર નજીક પાડોશીની સ્કોર્પીયોમાં સાઉન્ડ સીસ્ટમ તોડી નાખી નુકસાન  ત્રણ શખ્સો સામે ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રણછોડનગર શેરી નં. ૧૩ માં ભીમા લુણા ગરીયાવાળી શેરીમાં રહેતા મયુરસિંહ ગુણુભા જાડેજા (ઉ.ર૮) એ ગત તા. ર૩ ના રોજ પોતાની જીજે-૩-એચઆર ૭૧૦ નંબરની સ્કોર્પીયો જીપ પોતાના ઘર પાસે પાર્ક કરી હતી.

આ દસ લાખની સ્કોર્પીયો કોઇ અજાણ્યા શખ્સો હંકારી ગયા હતા. બીજા દિવસે મયુરસિંહ ઘરથી બહાર નિકળ્યા ત્યારે પોતાની જીપ જોવા ન મળતા તેણે આસપાસ તપાસ કરી હતી તપાસ દરમ્યાન ઘર પાસે રહેતા કરણભાઇ શાહની જીજે૩ જેસી-ર૧૭૮ નંબરની સ્કોર્પીયોમાં સાઉન્ડ સીસ્ટમ તોડી નાખી રૂ.ર૦,૦૦૦ નું નુકશાન કર્યુ હતું. બાદ તેણે સીસીટીવી કેમેરાના કુટેજ જોતા તેમાં એક સ્વીફટ કારમાં ત્રણ શખ્સો આવી સ્કોર્પીયો હંકારી જતા નજરે પડયા હતા. અને પાડોશી કરણભાઇ શાહની સ્કોર્પીયો જીપને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમા ચાવી ફસાઇ જતા કારમાં ર૦ હજારની સાઉન્ડ સીસ્ટમ તોડી નાખી નુકશાન કર્યુ હતું. આ અંગે મયુરસિંહ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ.એફ.ડામોર તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)