રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટના સહકાર ગ્રુપ દ્વારા આખીરાત દરમિયાન પોલીસ - હોમગાર્ડ - સફાઇ કામદારને નાસ્‍તો કરાવ્‍યો : જબરી સેવા

રાજકોટ : શહેરના વિખ્‍યાત સહકાર ગ્રુપ દ્વારા ગઇકાલથી અનન્‍ય સેવા શરૂ કરી દેવાઇ છે, ગ્રુપના એક ડઝનથી વધુ મેમ્‍બરો વણેલા ગાઠીયા - ચીપ્‍સ લઇને ૪ ગાડી સાથે રાત્રે ૧૧ થી રાત્રે ૩ સુધી નીકળી પડયા હતા અને ડયુટી ઉપર પરિવારને ભૂલી ફરજ બજાવી રહેલા પોલીસના જવાનો - અધિકારીઓ, હોમગાર્ડઝ જવાનો, સફાઇ કામદારોને નાસ્‍તો કરાવી પેટ ઠાર્યું હતું. આજે પણ આ સેવા ચાલુ રહેશે, જ્‍યાં સુધી લોકડાઉન છે ત્‍યાં સુધી આ સેવા ચાલુ રખાશે.

સંસ્‍થા દ્વારા અંદાજે ૮૦ કિલો આસપાસ ગાંઠીયા તથા ૫૦ કિલો બટેટાની ચીપ્‍સ બનાવી શહેરના કેકેવી ચોક, મવડી ચોકડી, ગોંડલ ચોકડી, આજી ડેમ ચોકડી, થોરાળા વિસ્‍તાર, મોરબી રોડ, માધાપર ચોકડી, નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, કિશાનપરા, રેસકોર્ષ રીંગ રોડ ખાતે ફરજ પર રહેલા સ્‍ટાફને નાસ્‍તો કરાવ્‍યો હતો. આ સમયે પોલીસ અધિકારીઓ એસીપી શ્રી ડીઓરા, તાલુકા પીઆઇ ધોરા, ટ્રાફિક ઇન્‍સ્‍પેકટરશ્રી ચાવડા તથા અન્‍યોએ પણ ગ્રુપની કાર્યવાહી બીરદાવી સહકાર આપ્‍યો હતો. સહકાર ગ્રુપમાં પ્રમુખ શ્રી પીન્‍ટુભાઇ ઝાલા (ખાટડી), પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, જયદિપ વસોયા તથા સુખદેવસિંહ ઝાલા, સ્‍મિત સખીયા, પંકજ પઢીયાર, કાદર મન્‍સુરી, હિતેષ રાઠોડ, અખ્‍તર મીનીવાડીયા, રાજુ પઢીયાર, તેજસ સંચાણીયા, પદુ રાઠોડ, દિગ્‍વીજય બારોટ, નીલેશ ગોસ્‍વામી, પરેશ ચૌહાણ, સુમિત પઢીયાર, કિશોરભાઇ ટાંક તથા રવી વેકરીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:43 pm IST)