રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટ યાર્ડ ચાલુ કરવાની રાજ્ય સરકારની સૂચના

મોડી રાત્રે છૂટેલા આદેશો : હવે ખેડૂતોના ટોળા ન આવે અને કલાકનું અંતર રાખી ટોકન પ્રથા શરૂ કરાશે : કલેકટરનો નિર્દેશ

રાજકોટ તા.૨૬ : ગઇકાલે મોડી રાત્રે રાજકોટ યાર્ડના હોદ્દેદારો સાથે કલેકટરે યાર્ડ ચાલુ કરવા અંગે મંત્રણા કરી હતી, જેમાં યાર્ડના સત્તાધીશોએ માર્ચ એન્ડીંગને કારણે દર વર્ષે ૧૧ દિ' બંધ જ રખાય છે, વેપારીઓ પાસે ૮ થી ૧૦ દિવસ કે તેથી વધુ પૂરતો સ્ટોક છે અને મજૂરો ચાલ્યા ગયા છે તથા ચાલુ કરશે તો એકીસાથે ખેડૂતો આવી જશે તો ટોળા થશે તેવી ભીતી વ્યકત કરાઇ હતી, આ બાબતે તંત્ર પણ ગંભીર નોંધ લીધી હતી.

આ પછી રાજકોટ કલેકટરે યાર્ડ ચાલુ કરવા અંગે રાજ્ય સરકારની મંજૂરી માંગી - ધ્યાન દોર્યું હતું.

દરમિયાન આજે કલેકટરે 'અકિલા'ને જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડ ચાલુ કરવાની સૂચના આવી ગઇ હતી અને હવે કઇ રીતે ચાલુ કરવું તે અંગે આજે વ્યવસ્થા ગોઠવી લેવાશે.

તેમણે જણાવેલ કે, ખેડૂતો એકીસાથે માલ વેચવા દોડી ન આવે - ટોળા ન આવે અને કલાક - કલાકના અંતરે ખેડૂતો આવે તથા ટોકન આપી તેમને આવવા દેવાય તેમજ પાસ પણ આપી દેવાય તે અંગે વ્યવસ્થા ગોઠવાઇ રહ્યાનું શ્રી રેમ્યા મોહને ઉમેર્યું હતું.(

(10:26 am IST)