રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટમાં શાકભાજીના વહન માટે મારફત ૧૮ ટ્રક યાર્ડને સોંપાઇઃ પોલીસને તમામ ટ્રકના નંબર અપાયા

દરેક વોર્ડ ઓફીસે શાક પહોંચાડવાનું શરૃઃ વોર્ડ ઓફીસ શાકની-કરીયાણાની દુકાને માલ પહોંચાડશે

રાજકોટ તા. ર૬ :.. કલેકટર શ્રી રેમ્યા મોહને 'અકિલા' ને જણાવ્યું હતું કે રાજકોટમાં શાકભજીના સરળ વહન અને આસાનીથી શાક મળી રહે તે માટે ગઇકાલે જુના યાર્ડ મ્યુ. કોર્પોરેશન આરટીઓ સાથે મીટીંગ કરી નિર્ણયો લેવાયા છે.

કલેકટરે જણાવ્યું હતું કે, આરટીઓને કહીને ૧૮ ટ્રક રીકવીઝટ કરી યાર્ડને સોંપી દેવાઇ છે, અને આ તમામ ૧૮ ટ્રકના નંબર પોલીસ કમીશ્નરને આપી દેવાયા છે, જેથી વહન કરવા સમયે કોઇ તકલીફ ન પડે અને વધારે ટાઇમ ન બગડે.

તેમણે જણાવેલ કે આ ૧૮ ટ્રક મારફત શાકભાજી ૧૮ વોર્ડની દરેક ઓફીસે આજથી જ પહોંચુ કરવા સવારથી કાર્યવાહી થઇ રહી છે, વોર્ડ ઓફીસે ટ્રકમાં શાકભાજી આવ્યા બાદ શાક ત્યાંથી શાકની દૂકાને - અને કરીયાણાવાળાને ત્યાં પહોંચતુ કરી વેચાણ શરૂ કરી દેવાના આદેશો કર્યા છે.

અત્રે એ નોંધનીય છે કે આજે સવારે ૬ાા થી ૭ વાગ્યે મોચી બજાર પાસેની અને કોર્ટ પાસેની શાક મારકેટમં રેંકડીઓમાં તમામ શાક છૂટથી મળતુ હતું અને લોકો શાંત ચિતે ખરીદી કરી રહ્યા હતાં.

(10:22 am IST)