રાજકોટ
News of Friday, 26th February 2021

સચિવ નલિન ઉપાધ્યાયને વિકાસ કમિશનરનો વધારાનો ચાર્જ સુપરત

રાજકોટ અને જામનગરમા યશસ્વી ફરજ બજાવી છે

રાજકોટ:રાજકોટના પૂર્વ ડીડીઓ અને હાલમાં સેક્રેટરી તરીકે સહકાર અને એનિમલ હસબનડરી વિભાગમાં ફરજ બજવતા નલિન ઉપાધ્યાય ને ગુજરાતના વિકાસ કમિશનરનો વધારાનો ચાર્જ અપાયો છે.

 વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને જામનગર વિગેરે સ્થળે ફરજ બજવનાર નલિન ઉપાધ્યાયને વિકાસ કમિશનર એમ.જે.ઠક્કર નિવૃત્ત થતા આ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

(8:05 pm IST)