રાજકોટ
News of Friday, 26th February 2021

ચૂંટણીના પરિણામ સામે ‘આપ’ એ વાંધો લીધોઃ હાઇકોર્ટમાં રીટ દાખલ કરશે

અનેક વોર્ડમાં મસમોટી ભૂલ, પરિણામ રદ કરવાની પણ માંગણી

રાજકોટ તા.ર૬ : રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપને ૬૮ અને કોંગ્રેસને ચાર બેઠક મળી છે. મત ગણતરી દરમિયાન વિજેતા જાહેર કરવામાં રિટનિંગ અધિકારીઓએ ભુલ કરી હોય જેના પગલે આમ આદમી પાર્ટી હાઇકોર્ટમાં રિટ દાખલ કરશે અને પરિણામ રદ કરી ફરી પરિણામ જાહેર કરવા માંગ કરે તેમ જાણવા મળ્યું છે. ચુંટણીમાં જે વોર્ડમાં ચારેય બેઠક સામાન્ય હોય તેવા સંજોગોમાં મત ગણતરી બાદ અલગ રીતે પરિણામ જાહેર કરવાના હોય છે. અધિકારીઓએ જ વિજેતા જાહેર કરી દીધા છે વોર્ડ નં.ર,,૮ સહિતના વોર્ડમાં આ ભૂલ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

દરેક વોર્ડમાં સામાન્ય બેઠક હોય છે, પરંતુ અનામત બેઠક પણ હોય છે. જેવી રીતે સરકારી કર્મચારીઓની ભરતી થાય છે તેમાં પણ અનામત હોય છે. ત્યારે આ પરિણામમાં કયાંકને કયાક શરત ચુક થઇ હોવાનું આપના આગેવાનોએ જણાવ્યું હતું.

નોધનીય છે કે મહાનગરપાલીકાની ચૂંટણીમાં મતદાન પહેલા આમ આદમી પાર્ટીએ ઇવીએમમાં ભાજપના નિશાન કમળને લઇને વાંધો ઉઠાવ્યો હતો.

(4:10 pm IST)