રાજકોટ
News of Friday, 26th February 2021

૧ વોર્ડ-૧ કોર્પોરેટરને જ હોદોઃ વિચારણા

આ વખતે કેસરિયા કોર્પોરેટરોની આખી ફોજ હોવાથી : નવી નીીત અપનાવશે ભાજપ : ૬૮ ને સમજાવવા પડશે પ્રથમ અને બીજી અઢ્ઢી વર્ષ માટે રોટેશન કરવા હીલચાલ

રાજકોટ તા. ર૬ :.. મ.ન.પા.ની ચૂંટણી પુર્ણ થતા જ હવે મેયર સહિતનાં વિવિધ પદાધિકારીઓની ચૂંટણીઓ માટે શાસકોએ ધમધમાટ શરૂ કરી દીધો છે. અને આગામી માર્ચ મહીનાનાં બીજા પખવાડીયામાં જ આ ચૂંટણીઓ યોજવામાં આવનાર છે. ત્યારે નવા ચૂંટાયેલા ૬૮ કોર્પોરેટરો પૈકી કોઇ પણમાં અસંતોષની આગ ભભૂકે નહી તે માટે પાર્ટીએ આ વખતની ટર્મમાં એક વોર્ડમાંથી માત્ર એક જ કોર્પોરેટરને હોદો આપવાની નીતિ અખત્યાર કરવામાં આવનાર હોવાનું ભાજપનાં ટોચનાં વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે. જાણવા મળ્યા મુજબ મ.ન.પા.માં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક નેતા, ડે. મેયર, દંડક એમ પાંચ મહત્વનાં પદ ઉપરાંત વિવિધ ૧પ સમિતિનાં અધ્યક્ષો એમ કુલ ર૦ પદાધિકારીઓની જ નિમણુંક થઇ શકે. અને સામે ૬૮ કોર્પોરેટરોની ફોજ છે. તેથી ૧ વોર્ડમાંથી માત્ર ૧ કોર્પોરેટનેજ હોદો આપી બાકી રહેતાં લોકોને સમિતિઓમાં સભ્યપદ આપીને બધુ સમતોલ રાખવાની નીતિ અપનાવવા વિચારણા ચાલી રહી છે.

આ ઉપરાંત બીજા રાા વર્ષમાં આજ પ્રકારે રોટેશન અપનાવાશે એટલે કે સંભવત નો-રિપીટ થિયરી પણ લાગુ કરવા ગંભીરતા થી વિચારાઇ રહ્યું છે. જો કે પાર્લામેન્ટરી બોર્ડમાં આ નીતિ મુજબ પદાધિકારીઓની નિમણુંકો થશે કે પછી છેલ્લી ઘડીએ કોઇ નવી જ નીતિ અમલાવાશે તેનો ૧પ માર્ચ સુધીમાં જ બહાર આવશે.

(3:59 pm IST)