રાજકોટ
News of Friday, 26th February 2021

વોર્ડ નં. ૧૧ ની રાજકિય સોસાયટીમાં ઓછુ પાણી મળતાં મહીલાઓનું ટોળુ વેસ્ટ ઝોન કચેરીએ ધસી ગ્યુ

ઉનાળાના પગરવ થતા જ પાણીનાં ધાંધિયા શરૂ : અધિકારીઓ કહે છે 'આ વિસ્તારમાં પાણી ચોરી થતી હોઇ ધીમો ફોર્સ થઇ જતો હોવાની શંકા'

રાજકોટ તા. ર૬ :.. ઉનાળાની શરૂઆતનાં એંધાણ થયા છે તેની સાથો સાથ જ પાણીનાં ધાંધિયા પણ શરૂ થઇ ગયા છે કેમ કે શહેરમાં અનેક સ્થળોએ ઓછુ પાણી અને પાણી ચોરીની ફરીયાદો શરૂ થઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૧૧ વાગ્યે કચેરી ખુલતાની સાથે જ મવડીનાં વોર્ડ નં. ૧૧ ની ન્યુ રાજદિપ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત ધીમા ફોર્સથી ઓછુ પાણી મળતુ હોવાની ફરીયાદ સાથે રપ થી ૩૦ મહીલાઓનું ટોળુ વેસ્ટ ઝોન કચેરીમાં ઘસી ગયુ હતું. અને અધિકારીઓને પુરા ફોર્સથી પાણી આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી.

આ રજૂઆતનાં પ્રત્યુતરમાં અધિકારીઓએ જણાવેલ. જયારે જયારે ઓછા ફોર્સની ફરીયાદ તંત્રને મળી છે ત્યારે આ સોસાયટીમાં પાણીનાં સમયે ચેકીંગ કરાયુ છે. પરંતુ તે વખતે પુરા ફોર્સથી પાણી મળતુ હોવાનું જોવા મળ્યુ છે.

આમ ચેકીંગ સમયે પુરાફોર્સથી પાણી મળે અને પછી ફોર્સ ઓછો થઇ જાય છે. આવું થઇ રહ્યુ છે. તેનાં કારણે આ વિસ્તારમાં ડાયરેકટ ઇલે. મોટર મુકીને પાણી ચોરી થતી હોવાથી પુરી શકયતા છે. ત્યારે હવે આ બાબતે ઓચિંતી ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવી પડે તેવી સ્થીતી છે.

(3:18 pm IST)