રાજકોટ
News of Friday, 26th February 2021

કલેકટર-એસપી-એડી. કલેકટર દ્વારા ચૂંટણી સંદર્ભે એકાએક ચેકીંગઃ દરેક આર.ઓ. પાસેથી રીવ્યુ લેવાયો

રાજકોટઃ રવિવારે રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે તૈયારીઓ બાબતે આજે કલેકટર, એસપી, એડી. કલેકટર દ્વારા ધોરાજી-ગોંડલ-જેતપુર સહિતના તાલુકાઓમાં એકાએક ચેકીંગ હાથ ધરાયુ હતુ અને દરેક આર.ઓ. પાસેથી તૈયારીઓ અંગે રીવ્યુ લેવાયો હતો. તેમજ સંવેદનશીલ બુથો, પોલીસ બંદોબસ્ત, કાલે રવાના થનાર સ્ટાફ સહિતની બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી. તસ્વીરમાં ધોરાજી પ્રાંત શ્રી મીયાણીની કચેરી ખાતે કલેકટરશ્રી રેમ્યા મોહન, ડીએસપી શ્રી બલરામ મીણા, એડી. કલેકટર, શ્રી પરિમલ પંડયાએ રીવ્યુ લઈ સૂચનાઓ આપી તે નજરે પડે છે.

(3:16 pm IST)