રાજકોટ
News of Friday, 26th February 2021

આહીર ચોક પાસે ટ્રકે સાયકલને ઉલાળતા ૧૩ વર્ષના છાત્ર પાર્થને ઇજા

ટ્રક ચાલક રાજેશ ઠાકુર સકંજામાં

રાજકોટ,તા. ૨૬: બોલબાલા માર્ગ પર આહીર ચોક પાસે ટ્રકના ચાલકે સાયકલને હડફેટે લેતા ૧૩ વર્ષના છાત્રને ઇજા થતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર હરી ઓમ સોસાયટી શેરી નં. ૧માં રહેતા અને વિડીયો શુટીંગ તથા ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા જીજ્ઞેશભાળ પ્રવિણભાઇ જોષી (ઉવ.૪૨)નો ૧૩ વર્ષનો પુત્ર પાર્થ જતો હતો. ત્યારે બોલબાલા માર્ગ પર આહીર ચોક પાસે જીજે ૪ એટી ૯૪૩૬ નંબરના ટ્રકના ચાલકે સાયકલને ઉલાળતા પાર્થ ફંગોળાઇ જતા તેને ડાબા પગે તથા શરીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ પાર્થને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. નીલેષભાઇ ચાવડાએ ટ્રક ચાલક રાજેશ શુકલભાઇ ઠાકુર (રહે. ભાવનગર) સામે ગુનો દાખલ કરી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

(3:16 pm IST)