રાજકોટ
News of Friday, 26th February 2021

કાલથી ૧૦દિ' સુધી 'શ્રી રામ'નામની અખંડ ધુન

'શ્રી રામ જય રામ જય જય રામ'ની (૨૪ કલાક) અખંડ ધુન તા.૮ માર્ચ પૂ.જલારામ બાપાની ૧૪૦મી પુણ્યતિથિના રોજ વિરામ લેશેઃ જલારામ ઝુપડી સેવા ટ્રસ્ટનું આયોજન

રાજકોટ,તા.૨૬: શ્રી જલારામ ઝુંપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કોરોના કાળની કપરી પરિસ્થીતીમાં સમગ્ર વિશ્વની જીવસૃષ્ટિના લાભાર્થે પરમપિતા પરમેશ્વર ભગવાન શ્રી રામ અને પરમ પુજય સંત શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી તા.૨૭ને શનિવારથી પરમ પુજય સંતશ્રી પ્રેમભીક્ષુજી મહારાજના શ્રી રામ જય  રામ જય જય રામની સતત ૧૦ દિવસ (૨૪ કલાક) અખંડ ધુનનુ આયોજન કરવામાં આવ્યું છે.

જે તા.૮ માર્ચ મહાવદ-૧૦ને સોમવારે પરમ પુજય શ્રી જલારામ બાપાની ૧૪૦મી પુણ્યતિથીના દિવસે વિરામ લેશે. આ સમગ્ર પરમપિતા પરમેશ્વર ભગવાન શ્રી રામના અખંડ ધુન પાઠ માટે પરમ પુજય સંત શ્રી પ્રેમભીક્ષુજી મહારાજના શ્રી બિહારીબાપુ ૧૦- દિવસ હાજરી આપી આ અખંડ ધુન પાઠની શોભા વધારશે. તેમજ આ અખંડ ધુન પાઠમાં પધારતા તમામ રામભકત માટે બન્ને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરેલ છે.

આ સાથે તા.૮ માર્ચ મહાવદ-૧૦ ને સોમવારે પરમ પુજય સંત શ્રી જલારામ બાપાની ૧૪૦મી પુણ્યતિથીના દિવસે ગરીબ પરીવારોમાં અનાજની કીટનું વિતરણ કેતનભાઈ એમ.ત્રિવેદીના હસ્તે કરવામાં આવશે. મો.૯૮૯૮૪ ૫૯૩૬૪, ૯૯૯૮૦ ૪૦૫૬૭

(3:12 pm IST)