રાજકોટ
News of Monday, 26th February 2018

શાપર - વેરાવળમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો રાજકોટનો મનીષ રંગાણી પકડાયો

લેપટોપ - ૧૫ મોબાઇલ અને કાર સહિત ૩.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જેઃ એલસીબીનો દરોડો

રાજકોટ તા. ૨૬ : શાપર - વેરાવળમાં ક્રિકેટના ચાલતા સટ્ટા પર રૂરલ એલસીબીએ રેઇડ કરી રાજકોટના શખ્સને ૩.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ એલ.સી.બી શાખા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો. હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા તથા મહિપાલસિંહ પી. જાડેજા, પો.કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા પેટ્રોલીંગમાં હતા.

અગાઉની પો.કોન્સ. મયુરસિંહ જાડેજા ની બાતમી આધારે આજરોજ શાપર વરાવળ શીવ હોટલ સામે રાધે ઇન્ડસ્ટ્રીઝ ના ઉપરના ભાગે ઓરડીમાંથી મનીષભાઇ રમેશભાઇ રંગાણી રહે- રાજકાટ ચંદ્રપાર્ક સોસાયટી શેરી નં. ૧૫ ૧૫૦ ફુટ રીંગ રોડ, બીગ બજારની મોલની બાજુમાં વાળાને તેના કબજા ભોગવટાની ભાડેની ઓરડીમાં થી મોબાઇલ ફોન દ્રારા શારજહા (દુબઇ) માં રમાતી ઇસ્લામાબાદ યુનાઇટ તથા પેશાવર ઝાલ્મી ટીમો વચ્ચે રમાતી ટી-૨૦ મેચનું મોબાઇલમાં લાઇવ પ્રસારણ જોઇ મોબાઇલ ફોનમાં ગ્રાહકોના રન ફેરના આંકડા લેપટોપમાં લખી લખાવેલ આંકડાની કપાત કરાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્યાન એક લેપટોપ, ૧૫ મોબાઇલ ફોન, લેપટોપ ચાર્જર,બે મોબાઇલ ચાર્જ તથા લાકડાનું બોર્ડ તથા એક રાઉટર તથા એક લેન કનેકટર તથા એક લેપટોપ બેગ તથા રોકડ રકમ રૂ. ૨૧૦૦ તથા એક ફોર વ્હીલ ગાડી સાથે મળી કુલ મુદામાલ કી.રૂ. ૩,૨૮,૪૧૦ સાથે પકડી પાડીઙ્ગ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.(૨૧.૧૬)

(12:54 pm IST)