રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાજારામ મોહનરાય પ્રાથમિકશાળામાં કાલે સવારે ધ્‍વજવંદન

રાજકોટ તા.રપ : રાજકોટના યુનિવર્સિટી રોડ-કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિરના બગીચાની બાજુના રોડ ગુંજન પાર્ક મેઇન રોડ ઉપર નગર પ્રાથમીક શિક્ષણ સમિતી સંચાલીત રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા નં. ૯૪માં કાલે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે.

કાલે સવારે ૮-૩૦ વાગ્‍યે ધ્‍વજવંદન તથા વાલી સંમેલન યોજાશે તેમ આચાર્યા મધુબેન વિરડીયાએ જણાવ્‍યું છ.

(3:59 pm IST)